News Continuous Bureau | Mumbai
Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ ‘ધુરંધર 2’ માં રણવીર સિંહ જેટલી જ પ્રશંસા રાકેશ બેદીની થઈ રહી છે. ફિલ્મમાં તેમનો એક ડાયલોગ ‘યૌર બટક્સ આર વેરી વ્હાઇટ’ (Your Buttocks Are Very White) અત્યારે ભારે વાયરલ થયો છે. રાકેશ બેદીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે આ ડાયલોગ સ્ક્રિપ્ટમાં નહોતો, પરંતુ તેમણે પોતે જ સીન દરમિયાન તેને ઉમેર્યો હતો. આ સાંભળીને સેટ પર હાજર તમામ લોકો હસી પડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Mamla Legal Hai Season 2 Review: રવિ કિશનનો કોમિક ટાઈમિંગ હિટ, પણ શું વકીલોની દલીલો પ્રેક્ષકોને જકડી રાખશે?
બતક અને બટક્સ વચ્ચેની રમુજ: કેવી રીતે આવ્યો આ વિચાર?
મીડિયા સાથેની વાતચીતમાં રાકેશ બેદીએ જણાવ્યું કે, તેમણે બાળપણમાં સાંભળ્યું હતું કે કેટલાક લોકો ‘બતક’ (Duck) ને ‘બટક’ પણ કહેતા હોય છે. જ્યારે સીનમાં તેમનું પાત્ર જમીલ જમાલી, નવાબ શફીકને મળવા જાય છે, ત્યારે તેમણે ચાપલૂસીના અંદાજમાં આ ડાયલોગ બોલવાનું નક્કી કર્યું. નવાઈની વાત એ છે કે, પહેલા તે ફ્રેમમાં બતક નહોતી. રાકેશ બેદીએ દિગ્દર્શક આદિત્ય ધરને વિનંતી કરી કે શું તેઓ પાછળથી આ સીનમાં બતક ઉમેરી શકે? સંમતિ મળ્યા બાદ આ યાદગાર સીન તૈયાર થયો.
રાકેશ બેદીએ જણાવ્યું કે આ રમુજી સીનનું શૂટિંગ બેંગકોકમાં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, “મારી હંમેશા એવી કોશિશ હોય છે કે હું ડાયરેક્ટરને કંઈક એવું આપું જે તેણે ક્યારેય જોયું ન હોય. ડાયરેક્ટરનું ધ્યાન હજારો વસ્તુઓ પર હોય છે, તેથી કલાકારોએ તેમને કંઈક નવું વિચારવામાં મદદ કરવી જોઈએ.” તેમની આ સર્જનાત્મકતાને કારણે જ જમીલ જમાલીનું પાત્ર આજે લોકોના દિલ જીતી રહ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
