Dhurandhar 2 Reality Check: શું ‘ધુરંધર 2’ ની વાર્તા ૧૦૦% સાચી છે? જાણો આંતરરાષ્ટ્રીય મિશનના એ બે અસલી વિલન કોણ હતા, જેમને મારવા માટે રચાયું હતું ચક્રવ્યૂહ.

Dhurandhar 2 Reality Check: રણવીર સિંહ અને સંજય દત્તના પાત્રો પાછળની અસલી કહાની; રહેમાન ડકૈતથી લઈને મેજર ઈકબાલ સુધી, ફિલ્મી પડદે અને હકીકતમાં થયેલા મોતના કિસ્સાઓ વચ્ચેનું અંતર

by Zalak Parikh
Dhurandhar 2 Reality Check: How Chaudhary Aslam and Major Iqbal Died in Real Life vs. Aditya Dhar’s Cinematic Detailing.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Reality Check: આદિત્ય ધર નિર્દેશિત ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ અત્યારે ચર્ચામાં છે. આ ફિલ્મોના ઘણા પાત્રો રિયલ લાઈફથી પ્રેરિત છે. આદિત્ય ધરે આ પાત્રોના મોત અને તેમના જીવનની ઘટનાઓને ફિલ્મી પડદે વણી લેવામાં માસ્ટરી બતાવી છે, પરંતુ શું હકીકતમાં પણ આ પાત્રો તે જ રીતે માર્યા ગયા હતા? ચાલો જાણીએ સત્ય.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Theater Fight Video: ધમાલ! ‘ધુરંધર 2’ ના શોમાં થિયેટરમાં જ થઈ મોટી ફાઈટ, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

રિયલ લાઈફ વિરુદ્ધ ફિલ્મી પડદો

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ તેની વાસ્તવિકતા અને સચોટ ડિટેલિંગ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પાત્રો અને તેમના અંત પાછળની રિયલ લાઈફ પ્રેરણા ખરેખર ચોંકાવનારી છે.રહેમાન બલોચ (અક્ષય ખન્ના દ્વારા ભજવાયેલ) નું પાત્ર કરાચીના કુખ્યાત લિયારી ગેંગસ્ટર રહેમાન ડકૈત પર આધારિત છે. ફિલ્મમાં તેનું મોત ચૌધરી અસલમના હાથે બતાવવામાં આવ્યું છે, જે વાસ્તવિકતામાં ૨૦૦૯માં કરાચીમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં થયું હતું. બીજી તરફ, ચૌધરી અસલમ (સંજય દત્ત) નું પાત્ર કરાચી પોલીસના પ્રખ્યાત એસપી ચૌધરી અસલમ પરથી પ્રેરિત છે. આદિત્ય ધરે અહીં પરફેક્ટ ડિટેલિંગ બતાવી છે; ફિલ્મમાં તેમનું મોત શિરાની બલોચ દ્વારા કરવામાં આવેલા સુસાઈડ કાર બોમ્બિંગમાં થાય છે, જે હકીકતમાં ૨૦૧૪માં બનેલી સાચી ઘટના છે.ફિલ્મના મુખ્ય વિલન મેજર ઈકબાલ (અર્જુન રામપાલ) નું પાત્ર અલ કાયદાના આતંકી ઇલિયાસ કાશ્મીરી પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ (હમઝા) ના હાથે તેનું મોત થાય છે, જ્યારે રિયલ લાઈફમાં ૨૦૧૧માં દક્ષિણ વજીરિસ્તાનમાં યુએસ ડ્રોન સ્ટ્રાઈકમાં તે માર્યો ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)


સૌથી રસપ્રદ બાબત ઝહૂર મિસ્ત્રી (વિવેક સિન્હા) ના પાત્રની છે, જે કાંધાર હાઈજેક સાથે જોડાયેલો હતો. ફિલ્મમાં તેને ‘Unknown Gunmen’ મિશન દ્વારા ઠાર કરવામાં આવે છે. આ પણ એક પરફેક્ટ ડિટેલિંગ છે, કારણ કે વાસ્તવિક જીવનમાં પણ ૨૦૨૩માં કરાચીમાં અજ્ઞાત બંદૂકધારીઓએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.જોકે, કેટલાક કિસ્સાઓમાં આદિત્ય ધરે સિનેમેટિક લિબર્ટી લીધી છે. જેમ કે મેજર ઈકબાલ (ઇલિયાસ કાશ્મીરી) નું મોત હકીકતમાં ડ્રોન સ્ટ્રાઈકમાં થયું હતું, પણ ફિલ્મમાં તેને રણવીર સિંહ સાથેના હાઈ-વોલ્ટેજ એક્શન સીનમાં દર્શાવવામાં આવ્યું છે. તેવી જ રીતે આઝમ ચીમાના મોત અંગે રિયલ લાઈફમાં કોઈ પુષ્ટિ નથી (કહેવાય છે કે ૨૦૨૪માં હાર્ટ એટેકથી મોત થયું), પરંતુ ફિલ્મમાં હમઝા તેને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દે છે. ‘ધુરંધર 2’ માત્ર એક સ્પાય થ્રિલર નથી, પણ વર્તમાન સમયની ભૌગોલિક-રાજકીય ઘટનાઓનું એક કાલ્પનિક પ્રતિબિંબ છે. આદિત્ય ધરની મહેનત પાત્રોના લૂક અને તેમની બોલવાની શૈલીમાં સ્પષ્ટ દેખાય છે, જે ફિલ્મને જોતી વખતે એક અલગ જ અનુભવ કરાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More