News Continuous Bureau | Mumbai
Dhurandhar 2 Cast Fees : આદિત્ય ધર નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’ (Dhurandhar 2) રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. રણવીર સિંહ આ ફિલ્મમાં અંડરકવર જાસૂસ ‘હમઝા અલી મઝારી’ ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે કયા કલાકારે કેટલી ફી વસૂલી છે, તેની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
ફિલ્મની સ્ટાર કાસ્ટની વિગતવાર ફી નીચે મુજબ છે:
૧. રણવીર સિંહ (Ranveer Singh)
રણવીર સિંહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે હમઝા અલી મઝારીના પાત્ર માટે ૫૦ કરોડની તોતિંગ ફી વસૂલી છે. તે આ ફિલ્મનો સૌથી મોંઘો કલાકાર છે.
૨. સંજય દત્ત (Sanjay Dutt)
બોલિવૂડના ‘સંજુ બાબા’ આ ફિલ્મમાં એસપી ચૌધરી અસલમના રોલમાં જોવા મળશે. તેમણે આ પાત્ર માટે ૧૦ કરોડ ચાર્જ કર્યા છે, જે રણવીર પછી બીજા ક્રમે છે.
૩. આર. માધવન (R. Madhavan)
ફિલ્મમાં અજય સાન્યાલનું પાત્ર ભજવતા આર. માધવનની એક્ટિંગના ફેન્સ દિવાના છે. તેમણે આ સીક્વલ માટે ૯ કરોડ ફી લીધી છે.
૪. અક્ષય ખન્ના (Akshaye Khanna)
અક્ષય ખન્ના ફિલ્મમાં ફ્લેશબેક સિક્વન્સમાં સ્પેશિયલ એન્ટ્રી તરીકે જોવા મળશે. આ નાનકડા પણ મહત્વના રોલ માટે તેમને ૨.૫ કરોડ ચુકવવામાં આવ્યા છે.
૫. અર્જુન રામપાલ અને સારા અર્જુન
મેજર ઈકબાલના ખુંખાર રોલમાં જોવા મળતા અર્જુન રામપાલ અને રણવીરની પત્નીનો રોલ ભજવતી સારા અર્જુન – બંનેને આ ફિલ્મ માટે ૧-૧ કરોડની ફી આપવામાં આવી છે.
View this post on Instagram
આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, રણવીર સિંહ પંજાબના જસકિરત સિંહ રંગીથી લઈને કરાચીના હમઝા અલી મઝારી સુધીની સફર ખેડે છે, જે જોવી પ્રેક્ષકો માટે રોમાંચક રહેશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)