Dhurandhar 2: ધુરંધર 2 માં વિલનનો ધમાકો! રણવીર સિંહ સામે ‘બડે સાહબ’ બનીને આવશે આ સુપરસ્ટાર; જાણો કાસ્ટિંગ વિશેના લેટેસ્ટ અપડેટ

Dhurandhar 2: ઇમરાન હાશમીની એન્ટ્રીથી સોશિયલ મીડિયા પર મચી ધૂમ; ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ

by Zalak Parikh
Dhurandhar 2: Who is 'Bade Saab'? Speculations Arise as Emraan Hashmi's Name Leaks Alongside Ranveer Singh.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2: આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’ ૨૦૨૬ની સૌથી વધુ પ્રતિક્ષિત ભારતીય ફિલ્મોમાંની એક છે. પહેલા ભાગની પ્રચંડ સફળતા બાદ હવે પ્રેક્ષકોમાં એક જ સવાલ છે કે ફિલ્મનો અસલી માસ્ટરમાઇન્ડ અને રહસ્યમય વિલન ‘બડે સાહબ’ કોણ છે? તાજેતરમાં એક ઓનલાઇન લીકને કારણે આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો હોય તેવું લાગી રહ્યું છે અને તે નામ છે – ઇમરાન હાશમી.ફિલ્મનું ટ્રેલર અને ટીઝર જોયા બાદ પ્રેક્ષકોમાં ઉત્તેજના વધી ગઈ છે. વાર્તામાં રણવીર સિંહ (હમઝા) અને અર્જુન રામપાલ (મેજર ઇકબાલ) વચ્ચેનો ટકરાવ જોવા મળશે, પરંતુ પડદા પાછળથી આખી રમત રમનાર ‘બડે સાહબ’ કોણ હશે તે મોટો પ્રશ્ન હતો. ઓનલાઇન પ્લેટફોર્મ પર ફિલ્મની કાસ્ટ લિસ્ટમાં ઇમરાન હાશમીનું નામ દેખાતા ચાહકો માની રહ્યા છે કે તેઓ જ આ પાવરફુલ વિલનની ભૂમિકા ભજવશે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર

ઇમરાન હાશમી બનશે ‘બડે સાહબ’? 

ઇમરાન હાશમીનું નામ સામે આવતા જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. જોકે, હજુ સુધી ફિલ્મની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફિલ્મમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો છે, ત્યારે ઇમરાન હાશમીની એન્ટ્રી ફિલ્મને વધુ રસપ્રદ બનાવી શકે છે. જાણકારોનું કહેવું છે કે મેકર્સ આટલો મોટો ખુલાસો છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવા માંગશે.

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


‘ધુરંધર 2’ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહી છે. ફિલ્મમાં નવા ચહેરાઓ તરીકે રાજ જુત્શી અને યામી ગૌતમનું નામ પણ ચર્ચામાં છે. યામી ગૌતમ આ ફિલ્મમાં કેમિયો કરી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હમઝાના બદલાની આ વાર્તામાં પાકિસ્તાની જનરલ અને અન્ડરવર્લ્ડના કનેક્શનને પણ આ વખતે વધુ ગંભીરતાથી વણી લેવામાં આવ્યું છે. ‘બડે સાહબ’ ના પાત્ર પાછળનો અસલી ચહેરો ૧૯ માર્ચે જ સ્પષ્ટ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More