Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?

Dhurandhar 3 Release Date: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવા અને પોસ્ટ-ક્રેડિટ સીન પાછળનું શું છે અસલી સત્ય? ડાયરેક્ટર આદિત્ય ધરના સંકેતોએ વધારી ઉત્સુકતા

by Zalak Parikh
Dhurandhar 3 Release Date Leak? Fans Speculate June 14 Release After Dhurandhar 2 Post-Credit Scenes Go Viral; Here’s the Truth

News Continuous Bureau | Mumbai

Dhurandhar 3 Release Date: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવિંજ’ એ ૧૯ માર્ચના રોજ રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો છે. જોકે, ફિલ્મ જોયા બાદ પ્રેક્ષકોમાં હવે તેના ત્રીજા ભાગ એટલે કે ‘ધુરંધર 3’ ને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આગામી ૧૪ જૂન ૨૦2૬ના રોજ રિલીઝ થશે. શું ખરેખર ૩ મહિનામાં જ નવો ભાગ આવશે? જાણો વિગતવાર અહેવાલ.

આ સમાચાર પણ વાંચો : Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?

પોસ્ટ-ક્રેડિટ સીન અને ફેન્સની થીયરી 

‘ધુરંધર 2’ માં એક નહીં પણ બે પોસ્ટ-ક્રેડિટ સીન રાખવામાં આવ્યા છે, જે આગામી વાર્તા તરફ ઈશારો કરે છે. ડાયરેક્ટર આદિત્ય ધરે પોતે પણ ચાહકોને આ સીન જોવાની અપીલ કરી હતી. આ સીન્સ વાયરલ થયા બાદ ફેન્સ પોતાની અલગ-અલગ થીયરી બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ૧૪ જૂનનું જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેને ઘણા લોકો સાચું માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને માત્ર અફવા ગણાવી રહ્યા છે.


હાલમાં વાયરલ થઈ રહેલા ૧૪ જૂનના દાવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેકર્સ કે આદિત્ય ધર દ્વારા હજુ સુધી ‘ધુરંધર 3’ ની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. જોકે, એ વાત ચોક્કસ છે કે ફિલ્મના અંતમાં વાર્તાને આગળ વધારવા માટેના મજબૂત સંકેતો આપવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે ફ્રેન્ચાઈઝી ચોક્કસપણે આગળ વધશે. પરંતુ માત્ર ૩ મહિનાના ગાળામાં ત્રીજો ભાગ આવવો ટેકનિકલી મુશ્કેલ જણાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More