News Continuous Bureau | Mumbai
Vivek Sinha Dhurandhar Fee: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ ના બંને ભાગમાં પોતાની દમદાર એક્ટિંગથી છાપ છોડનાર અભિનેતા વિવેક સિંહા અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ફિલ્મમાં આતંકવાદી ‘ઝહૂર મિસ્ત્રી’ ના પાત્રમાં જોવા મળેલા વિવેકને લઈને છેલ્લા કેટલાક દિવસોથી અફવા ઉડી રહી હતી કે આ રોલ માટે તેને ૧ કરોડની ફી મળી છે. હવે અભિનેતાએ પોતે વીડિયો શેર કરીને આ મામલે સત્ય જણાવ્યું છે. એક વીડિયો શેર કરીને વિવેક સિંહાએ ફી બાબતે ચાલી રહેલી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. વિવેકે જણાવ્યું કે સોશિયલ મીડિયાના કેટલાક પેજ પર તેની ફી ૬૦ લાખ, ૮૦ લાખ અને ક્યાંક ૧ કરોડ બતાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી વાત છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર લટકતી કાયદાકીય તલવાર: જૂના સુપરહિટ ગીત ના કારણે મુસીબતમાં મુકાયા આદિત્ય ધર
કસમથી આટલા પૈસા નથી મળ્યા”
વિવેક સિંહાએ વીડિયોમાં હસતા હસતા પણ ગંભીરતાથી કહ્યું કે, “ભાઈ, કસમથી આટલા પૈસા નથી મળ્યા. આ બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરો.” તેણે આગળ ઉમેર્યું કે આ અફવાઓને કારણે લોકો તેને મેસેજ કરીને સારવાર અને ભણતર માટે આર્થિક મદદ માંગી રહ્યા છે. અભિનેતાએ સ્પષ્ટ કર્યું કે તેને જે રકમ મળી છે તે તેની અપેક્ષા મુજબની હતી, પરંતુ તે ૧ કરોડની આસપાસ પણ નથી.
View this post on Instagram
વીડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા વિવેકે કહ્યું, “જે પૈસા મળ્યા હતા તે પૂરા થઈ ગયા છે. મુંબઈમાં રહું છું ભાઈ, મુંબઈમાં રહેવાના ખર્ચા જ એટલા છે કે ‘ધુરંધર’ ના બધા જ પૈસા પૂરા થઈ ગયા છે.” આ વાત કહીને તેણે મુંબઈ જેવા મોંઘા શહેરમાં કલાકારોના જીવન સંઘર્ષ પર પણ પ્રકાશ પાડ્યો હતો.વીડિયોના અંતમાં વિવેકે તેના ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેના માટે પ્રાર્થના કરે જેથી ભવિષ્યમાં તેને ખૂબ કામ અને પૈસા મળે. તેણે ખાતરી આપી કે જો ક્યારેક ખરેખર તેની પાસે વધુ પૈસા આવશે તો તે ચોક્કસપણે લોકોની મદદ કરશે. વિવેક સિંહાની આ સાદગી અને સ્પષ્ટવક્તાના ફેન્સ સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)