Sara Arjun: રણવીર સિંહ નહીં પણ આ એક્ટર છે સારા અર્જુનનો ફેવરિટ! ‘હમઝા’ની પત્નીએ સરેઆમ વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

Sara Arjun: રણવીર સિંહ સાથે ડેબ્યૂ કરનાર સારા અર્જુન છે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મોટી ફેન; આગામી ફિલ્મ ‘યુફોરિયા’ ના ટ્રેલર લોન્ચમાં કર્યો ખુલાસો

by Zalak Parikh
Dhurandhar actress Sara Arjun reveals her favorite actor

News Continuous Bureau | Mumbai

Sara Arjun: માત્ર 20 વર્ષની ઉંમરે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરનાર સારા અર્જુન અત્યારે પોતાની સફળતાના આસમાને છે. ફિલ્મમાં તેણે પાકિસ્તાની નેતાની પુત્રી અને રણવીર (હમઝા) ની પત્નીનું પાત્ર ભજવ્યું છે. તાજેતરમાં તેની આગામી સાઉથ ફિલ્મ ‘યુફોરિયા’ (Euphoria) ના ટ્રેલર લોન્ચ દરમિયાન જ્યારે તેને તેના ફેવરિટ એક્ટર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે તરત જ સાઉથના ‘લાઈગર’ સ્ટાર વિજય દેવરકોંડા નું નામ લીધું હતું.સારા અર્જુન બાળ કલાકાર તરીકે ‘જય હો’ અને સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે, પરંતુ ‘ધુરંધર’ તેની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી મોટી બોલિવૂડ ફિલ્મ છે. તેની આગામી ફિલ્મ ‘યુફોરિયા’ 6 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, જેમાં તેની સાથે ભૂમિકા ચાવલા અને ગૌતમ મેનન જેવા કલાકારો જોવા મળશે

આ સમાચાર પણ વાંચો : Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?

‘ધુરંધર’ માં સારા અર્જુનનો યાદગાર રોલ

 ફિલ્મ ‘ધુરંધર’ માં સારા અર્જુને યાલીનાનું પાત્ર ભજવ્યું છે, જે કરાચીના લ્યારી ગેંગવારની પૃષ્ઠભૂમિમાં હમઝા અલી મઝારી (રણવીર સિંહ) ના પ્રેમમાં પડે છે અને તેની સાથે લગ્ન કરે છે. રણવીર અને સારાની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્ગજો પણ મહત્વની ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Pragativadi (@pragativadi)


સારા અર્જુન હવે સાઉથ અને બોલિવૂડ બંને ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. વિજય દેવરકોંડા પ્રત્યેની તેની દીવાનગી દર્શાવે છે કે તે આગામી સમયમાં સાઉથના મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરવા માટે આતુર છે. 6 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘યુફોરિયા’ તેના કરિયર માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More