News Continuous Bureau | Mumbai
Dhurandhar Box Office Day 40: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ને રિલીઝ થયાને આજે 40 દિવસ પૂર્ણ થયા છે, છતાં દર્શકોમાં તેનો ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મે અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ તોડ્યા છે અને હવે તે 800 કરોડ ક્લબમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગઈ છે. વીકડે હોવા છતાં મંગળવારે ફિલ્મે જે રીતે કલેક્શન કર્યું છે તે જોઈને ટ્રેડ એનાલિટિસ્ટ પણ હેરાન છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પી થ્રિલર ફિલ્મે રણવીર સિંહના કરિયરની સૌથી સફળ ફિલ્મ તરીકે સ્થાન જમાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
40મા દિવસનું કલેક્શન અને કુલ કમાણી
મીડિયા અહેવાલ મુજબ, ‘ધુરંધર’ ફિલ્મે મંગળવારે એટલે કે તેના 40મા દિવસે આશરે 1.65 થી 2.50 કરોડ રૂપિયા ની કમાણી કરી છે. સોમવારે પણ ફિલ્મે 2.35 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. વીકેન્ડ પર શનિવારે 6.15 કરોડ અને રવિવારે 5.75 કરોડનું કલેક્શન રહ્યું હતું. અત્યાર સુધીમાં ભારતનું કુલ નેટ કલેક્શન 810.50 કરોડ રૂપિયા ની આસપાસ પહોંચી ગયું છે. ફિલ્મનું બજેટ 250 કરોડ હોવાથી તે અત્યાર સુધીમાં ત્રણ ગણાથી વધુ નફો કરી ચૂકી છે.
View this post on Instagram
ગ્લોબલ માર્કેટમાં પણ ‘ધુરંધર’નો જાદુ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1,300 કરોડ રૂપિયા ના જાદુઈ આંકડાને સ્પર્શી ગયું છે. આ સાથે જ આ વર્ષે રિલીઝ થયેલી ભારતીય ફિલ્મોની યાદીમાં તે પહેલા સ્થાને આવી ગઈ છે. તેણે ‘કાંતારા ચેપ્ટર 1’ (વર્લ્ડવાઈડ 850-900 કરોડ) ને પણ પાછળ છોડી દીધી છે. ખાડી દેશોમાં પ્રતિબંધ હોવા છતાં નોર્થ અમેરિકા અને યુરોપના બજારમાં ફિલ્મે તોતિંગ કમાણી કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)