News Continuous Bureau | Mumbai
Dhurandhar Casting Secrets: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે તેના પ્રથમ ભાગ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પ્રખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ તાજેતરમાં જણાવ્યું કે, ‘ધુરંધર’ માં અક્ષય ખન્નાએ ભજવેલા ‘રહેમાન ડકૈત’ ના પાવરફુલ પાત્ર માટે તે પહેલા ૩ મોટા એક્ટર્સને એપ્રોચ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ આ રોલ કરવાની ના પાડી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય
મલ્ટીસ્ટારર ફિલ્મ હોવાથી મોટા કલાકારોએ રોલ ઠુકરાવ્યો
મુકેશ છાબડાના જણાવ્યા મુજબ, રહેમાન ડકૈતના રોલ માટે એક સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અને બોલિવૂડના બે જાણીતા એક્ટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ત્રણેય કલાકારોએ અલગ-અલગ કારણો આપીને રોલ રિજેક્ટ કર્યો હતો. કેટલાક એક્ટર્સને લાગ્યું કે ફિલ્મ મલ્ટીસ્ટારર છે અને તેમાં તેમનું પાત્ર દબાઈ જશે, જ્યારે કોઈને એમ લાગ્યું કે આ માત્ર રણવીર સિંહની જ ફિલ્મ છે. આ ગેરસમજને કારણે તેમણે એક સુવર્ણ તક ગુમાવી દીધી હતી.
View this post on Instagram
જ્યારે આ ૩ મોટા એક્ટર્સે ના પાડી, ત્યારે મુકેશ છાબડા અને નિર્દેશક આદિત્ય ધરે અક્ષય ખન્નાનો સંપર્ક કર્યો. અક્ષય ખન્નાએ વાર્તા અને પોતાના પાત્રની ઊંડાઈ સમજતા જ તરત જ ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી. મુકેશ છાબડાએ ઉમેર્યું કે, “જે એક્ટર્સે આ રોલ ઠુકરાવ્યો હતો, તેમને આજે ચોક્કસ પસ્તાવો થતો હશે.” અક્ષય ખન્નાએ રહેમાન ડકૈત ના પાત્રમાં જે પ્રાણ ફૂંક્યા તેના આજે પણ સોશિયલ મીડિયા પર વખાણ થાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)