Dhurandhar: પ્રતિબંધ પણ ન રોકી શક્યો રણવીર સિંહનો જાદુ! પાકિસ્તાની બજારોમાં ‘ધુરંધર’ ની પાઇરેટેડ કોપીની ધૂમ, સોશિયલ મીડિયા પર મચ્યો ખળભળાટ

Dhurandhar:રણવીર સિંહને ગણાવ્યો 'કરાચીનો હીરો'; પાકિસ્તાનમાં સૌથી વધુ પાયરસી નો રેકોર્ડ તોડતી ફિલ્મ 'ધુરંધર'.

by Zalak Parikh
Dhurandhar Craze in Pakistan: Blockbuster movie being sold openly in Karachi's black market; Video goes viral.

News Continuous Bureau | Mumbai

Dhurandhar:આદિત્ય ધરોના નિર્દેશનમાં બનેલી એક્શન ફિલ્મ ‘ધુરંધર’  એ બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારત અને વિશ્વભરમાં ધૂમ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. પાકિસ્તાનમાં સત્તાવાર રીતે બોલિવૂડ ફિલ્મો પર પ્રતિબંધ (Ban) હોવા છતાં, ત્યાંના બ્લેક માર્કેટમાં આ ફિલ્મ સરેઆમ વેચાઈ રહી હોવાના અહેવાલ છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડના જાણીતા બ્લોગર અને યુટ્યુબર   એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કરાચીના સદર બજારમાં આવેલા ‘રેઈન્બો સેન્ટર’ ની મુલાકાત લીધી હતી. આ બજાર પાયરેટેડ ફિલ્મો અને ગેમિંગનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર ‘ધુરંધર’ ને ભારતની સૌથી હિટ અને લેટેસ્ટ ફિલ્મ  તરીકે ગ્રાહકોને ઓફર કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Flipperachi Mumbai Concert: ‘ધુરંધર’ ના ગીતથી ભારત ગજવનાર રેપર ફ્લિપરાચીનો મુંબઈમાં લાઈવ કોન્સર્ટ: જાણો ક્યારે અને ક્યાં સાંભળી શકશો ‘FA9LA’ ફેમ આર્ટિસ્ટને

માત્ર 16 રૂપિયામાં આખી ફિલ્મ!

વ્લોગ દરમિયાન જ્યારે કાર્લ રોકે ફિલ્મની કિંમત પૂછી, ત્યારે દુકાનદારે જણાવ્યું કે જો કોઈ તેને પેનડ્રાઈવમાં (USB) લેવા માંગે છે, તો તે માત્ર 50 પાકિસ્તાની રૂપિયામાં (ભારતીય ચલણ મુજબ અંદાજે 16) મળી જશે. જ્યારે આ જ ફિલ્મની ડીવીડી (DVD) કિંમત 300 રૂપિયા છે. પાયરસીના કારણે આટલી ઓછી કિંમતે ફિલ્મ વેચાતી જોઈને યુટ્યુબર પણ દંગ રહી ગયો હતો.વીડિયોમાં કાર્લ રોકે ત્યાં હાજર લોકોને રણવીર સિંહ વિશે એક ખાસ વાત જણાવી હતી. તેણે કહ્યું કે રણવીર અસલમાં સિંધી છે અને તેના દાદા-દાદી વિભાજન સમયે કરાચીથી ભારત ગયા હતા. કાર્લે રણવીરને ભારતનો ખૂબ જ પ્રખ્યાત ‘સિંધી હીરો’ ગણાવ્યો હતો. આ વાત સાંભળીને ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ફિલ્મ અને હીરો પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Karl Rock (@iamkarlrock)


રિપોર્ટ મુજબ, ‘ધુરંધર’ પાકિસ્તાનમાં અત્યાર સુધીની સૌથી વધુ પાયરેટેડ ફિલ્મ બની ગઈ છે. ડિસેમ્બરમાં રિલીઝ થયાના માત્ર બે અઠવાડિયામાં તેને પાકિસ્તાનમાં 20 લાખથી વધુ વખત ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરવામાં આવી છે. આ મામલે ‘ધુરંધર’ એ રજનીકાંતની ‘2.0’ અને શાહરૂખ ખાનની ‘રઈસ’ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. પાકિસ્તાન ઉપરાંત મિડલ ઈસ્ટના અમુક દેશોમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ હોવાથી મેકર્સને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More