Dhurandhar: રિલીઝ પહેલા ‘ધુરંધર’પર વધ્યો વિવાદ, જાણો કેમ કરાચીના પોલીસ અધિકારીની પત્નીએ આપી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી

Dhurandhar: ધુરંધર નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યાર થી આ ફિલ્મ વિવાદ માં ઘેરાઈ છે, ફિલ્મ ના ટ્રેલરના ડાયલોગ પર કરાચીના પોલીસ અધિકારીની પત્ની દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.

by Zalak Parikh
Dhurandhar in trouble before release: Karachi cop’s wife warns makers of legal action

News Continuous Bureau | Mumbai

Dhurandhar: રણવીર સિંહ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’  5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કરાચીના દિવંગત પોલીસ અધિકારી ચૌધરી અસલમ ના પાત્રને લઈને તેમની પત્ની નૌરીન અસલમે ફિલ્મના મેકર્સને કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામ રાખ્યું ‘સરાયાહ’, જાણો તેના નામનો અર્થ

શું છે વિવાદનું કારણ?

ફિલ્મમાં સંજય દત્ત ચૌધરી અસલમનો રોલ નિભાવી રહ્યા છે. ટ્રેલરમાં આવેલા એક ડાયલોગમાં અસલમને “શૈતાન અને જિનની સંતાન” કહેવામાં આવ્યું છે, જેના પર નૌરીન અસલમે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું – “અમે મુસ્લિમ છીએ, આવા શબ્દો અસલમ અને તેમની માતા માટે અપમાનજનક છે. જો ફિલ્મમાં પતિની છબી ખરાબ દેખાડવામાં આવશે તો હું તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીશ.”

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)


આદિત્ય ધર દિગ્દર્શિત આ સ્પાય-થ્રિલર ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, આર માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.ટ્રેલર રિલીઝ બાદથી ફિલ્મ ચર્ચામાં છે. હવે આ વિવાદ ફિલ્મની રિલીઝ પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More