Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન

Dhurandhar: પાકિસ્તાની જનતામાં ‘ધુરંધર’ નો ક્રેઝ, લ્યારીની ગેંગવોર પર બનેલી વાર્તાએ પાડોશી દેશમાં મચાવી ધૂમ; હવે ૧૯ માર્ચે રિલીઝ થશે પાર્ટ-2.

by Zalak Parikh
Dhurandhar Trends No. 1 on Netflix Pakistan Despite Theater Ban; Part 2 Buzz Hits All-Time High

News Continuous Bureau | Mumbai

Dhurandhar:  આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ બોલિવૂડના ઈતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક સાબિત થઈ રહી છે. થિયેટરોમાં ધૂમ કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી (OTT) પર પણ રેકોર્ડ તોડી રહી છે. ખાસ વાત એ છે કે, જે પાકિસ્તાનમાં આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યાં જ અત્યારે નેટફ્લિક્સ પર આ ફિલ્મ નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે. પાકિસ્તાની દર્શકો છુપાઈને નહીં પણ ખુલ્લેઆમ આ ફિલ્મ જોઈ રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Set Photos Leaked: શું ‘ધુરંધર 2’ માં આ સુપરસ્ટાર ભજવશે ‘બડે સાહબ’નો રોલ? લીક થયેલા ફોટાએ ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ

પાકિસ્તાની નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો દબદબો

 ‘ધુરંધર’ જ્યારે રિલીઝ થઈ ત્યારે પાકિસ્તાન સહિતના અખાતી દેશોમાં તેના પર પ્રતિબંધ મુકાયો હતો. જોકે, હવે નેટફ્લિક્સ પર ગ્લોબલી રિલીઝ થતા જ પાકિસ્તાની જનતા આ ફિલ્મ પર તૂટી પડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટ મુજબ, ‘ટોપ 10 મૂવીઝ ઈન પાકિસ્તાન’ ની યાદીમાં ‘ધુરંધર’ ટોચ પર છે. પાકિસ્તાની ફેન્સ એક્સ (X) અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર ફિલ્મના મેકિંગ અને ડિરેક્ટર આદિત્ય ધરના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by News Daily 24 (@nd24_news)


‘ધુરંધર’ ના ગીતો પહેલાથી જ પાકિસ્તાની લગ્નોમાં ધૂમ મચાવી રહ્યા હતા, અને હવે ફિલ્મની સફળતાએ પાર્ટ-2 માટેનો ઉત્સાહ વધારી દીધો છે. ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘ધુરંધર પાર્ટ-2’ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ ઈદના અવસરે રિલીઝ થશે. દર્શકોના મનમાં જે સવાલો અધૂરા રહી ગયા છે, તેના જવાબ હવે આશરે ૫૦ દિવસ પછી મોટા પડદા પર મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More