ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
પોતાના અભિનય અને સુંદરતાના કારણે ચાહકોના દિલમાં રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા તથા વૈભવ રેખીએ ગઈકાલે એટલે કે 15 ફેબ્રુઆરી, સોમવારના રોજ હિંદુ રીત-રિવાજ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. લગ્ન બાદ બંનેએ રજિસ્ટર મેરેજ પણ કર્યાં હતાં.
લગ્નમાં અભિનેત્રી દિયા મિર્ઝાએ લાલ રંગની બનારસી સાડી પહેરી હતી. દિયા મિર્ઝા બનારસી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. દિયાએ ગોલ્ડન નેકલેસ તથા ગ્રીન બંગડીઓ અને માથે ટીકો પહેર્યો હતો. તેણે માથા પર લાલ રંગની ચૂંદડી ઓઢી હતી. તો વૈભવે વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા અને ગોલ્ડન સાફો બાંધ્યો હતો.
દિયા તથા વૈભવના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે.
દિયા મિર્ઝા લગ્ન બાદ પતિ વૈભવ સાથે ઘરની બહાર આવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.
નોંધનીય છે કે વૈભવ અને દિયા બંનેના આ બીજા લગ્ન છે. અગાઉ દિયાએ 2014 માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા અને 2019 માં પતિથી અલગ થઇ ગઈ હતી અને વૈભવે અગાઉ જાણીતી યોગા ઈન્ટસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી પણ છે.