ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
વરૂણ ધવન અને નતાશા દલાલ બાદ હવે બોલિવૂડમાં ફરી શહેનાઈ ગુંજવા જઈ રહી છે. પોતાના અભિનય અને સુંદરતાના કારણે ચાહકોના દિલમાં રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા લગ્નના બંધનમાં બધાવા જઈ રહી છે. દીયા તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કરશે.
પ્રાપ્ત જાણકરી મુજબ, અભિનેત્રી દિયા મિર્ઝા15 ફેબ્રુઆરીએ મુંબઇમાં તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. જોકે આ લગ્નામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ ઉપસ્થિત રહેશે. વૈભવ રેખી એક બિઝનેસમેન છે અને તે મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વૈભવ અને દિયા વચ્ચેની નિકટતા લોકડાઉન દરમિયાન વધી હતી.
વૈભવ અને દિયા બંનેના આ બીજા લગ્ન છે. અગાઉ દિયાએ 2014 માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા અને 2019 માં પતિથી અલગ થઇ ગઈ હતી અને વૈભવે અગાઉ જાણીતી યોગા ઈન્ટસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી પણ છે.