Ranveer Singh quit Don 3: ‘ડોન ૩’ માંથી રણવીર સિંહ આઉટ! ‘ધુરંધર’ ના કારણે નહીં પણ આ મોટા કારણોસર અભિનેતાએ લીધો મોટો નિર્ણય

Ranveer Singh quit Don 3: ફ્લોપ ફિલ્મોના સમયમાં ફરહાન અખ્તરે રણવીર પર મૂક્યો હતો ભરોસો; 'ક્રિએટિવ ડિફરન્સ' અને માંગણીઓને કારણે સર્જાયો ગજગ્રાહ

by Zalak Parikh
Did Ranveer Singh quit Don 3 due to Dhurandhar's success? Here’s the real reason behind the actor’s exit

News Continuous Bureau | Mumbai

Ranveer Singh quit Don 3: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ૬૦૦ કરોડની નજીક પહોંચી ગઈ છે, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે તેણે ફરહાન અખ્તરની ‘ડોન ૩’ છોડી દીધી છે. લોકોનું માનવું હતું કે મોટી સફળતા મળ્યા બાદ રણવીરે આ નિર્ણય લીધો છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, રણવીર સિંહ જ્યારે ત્રણ સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યો હતો અને સંજય લીલા ભણસાલીએ ‘બૈજુ બાવરા’ અટકાવી દીધી હતી, ત્યારે ફરહાન અખ્તરે તેના પર ભરોસો મૂકીને ‘ડોન ૩’ ઓફર કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Naagin 7: નાગિન 7’ ના કન્ફર્મ કાસ્ટનો ખુલાસો! પ્રિયંકા ચાહર ચૌધરી સાથે આ હેન્ડસમ હીરો જમાવશે જોડી

સફળતાનો નશો કે આંતરિક મતભેદ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર સિંહે ‘ધુરંધર’ની સફળતાને કારણે ‘ડોન ૩’ નથી છોડી. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ‘ક્રિએટિવ ડિફરન્સ’ (સર્જનાત્મક મતભેદ) છે. શૂટિંગના શિડ્યુલ અને રણવીરની કેટલીક નવી માંગણીઓને લઈને નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર સાથે સહમતી બની શકી નથી. આ એક મ્યુચ્યુઅલ નિર્ણય હોવાનું કહેવાય છે, સ્વેચ્છાએ લેવાયેલો નહીં.ફરહાન અખ્તરે ‘ધુરંધર’ રિલીઝ થઈ તે પહેલા જ રણવીર પર દાવ લગાવ્યો હતો, જ્યારે ઈન્ડસ્ટ્રીના અન્ય નિર્માતાઓ તેનાથી પાછા હટી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Cine Tales (@cinetales.fg)


હાલમાં રણવીર સિંહ કે પ્રોડક્શન ટીમ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, અફવાઓ મુજબ ફિલ્મની કાસ્ટિંગમાં ફરી એકવાર મોટો ફેરફાર થઈ શકે છે. જો રણવીર ખરેખર બહાર થઈ ગયો હોય, તો ફરહાન અખ્તર માટે નવા ‘ડોન’ની શોધ કરવી એ મોટો પડકાર બની રહેશે, કારણ કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More