Site icon

શું સોનાક્ષી સિંહાએ કરી લીધી ગુપચુપ સગાઈ? ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી શેર કરી તસવીરો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની (Sonakshi Sinha)એક તસવીરે સોશિયલ મીડિયા (social media) પર ધૂમ મચાવી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ (instagram) પર પોતાની એક તાજેતરની તસવીર શેર કરી છે જેમાં તે કોઈનો હાથ પકડેલી જોવા મળી રહી છે. સોનાક્ષી સિંહાએ સુંદર વીંટી (sonakshi sinha engagement ring) પહેરી છે અને આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, 'મારા માટે આ એક મોટો દિવસ છે. મારું સૌથી મોટું સપનું સાકાર થવાનું છે… અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી  નથી.'

Join Our WhatsApp Community

સોનાક્ષી સિન્હાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ' મારા માટે આ એક મોટો દિવસ છે. જે મોટા દિવસની હું રાહ જોઈ રહી હતી' તે આવી ગયો છે. મારું એક સૌથી મોટું સપનું સાકાર થવાનું છે. અને હું તેને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. વિચાર્યું ન હતું કે તે આટલું સરળ હશે.આ તસવીરો સામે આવ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીએ સગાઈ (sonakshi sinha engagement)કરી લીધી છે. તસવીરોમાં સોનાક્ષી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.સોનાક્ષી સિન્હાએ કોની સાથે સગાઈ કરી છે, તેણે હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી, કારણ કે અત્યાર સુધી સોનાક્ષીએ તે નસીબદાર વ્યક્તિનો ચહેરો બતાવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : ફૂટબોલ ની જર્સી થી લઇ ને આલિયા ભટ્ટ ની જ્વેલરી પર જોવા મળે છે રણબીર કપૂર નો લકી નંબર “8' હવે અભિનેતા એ જણાવ્યું તેની સાથે નું કનેક્શન, માતા નીતુ સાથે છે સંબંધિત

તમને જણાવી દઈએ કે સોનાક્ષી 70-80 ના દાયકાના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી છે (shatrughan sinha daughter). સોનાક્ષીએ સલમાન ખાન (Salman Khan)સાથે દબંગ (Dabang) ફિલ્મ થી  ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તમને જણાવી દઈએ કે સોનાક્ષી ઝહીર ઈકબાલ (Zahir Iqbql affair) સાથેના સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે બંનેએ આ અંગે ક્યારેય કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version