શું ખરેખર રિષભ પંત ને હોસ્પિટલમાં મળવા પહોંચી ઉર્વશી રૌતેલા? સોશયલ મીડિયા પર શેર કરી હોસ્પિટલ ની તસવીર, ચાહકો એ કહી આવી વાત

did urvashi rautela met rishabh pant in mumbai hospital after accident

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર ઋષભ પંત ( rishabh pant ) આ દિવસોમાં હોસ્પિટલમાં ( mumbai hospital ) એડમિટ છે. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ( urvashi rautela ) ઋષભ પંતના અકસ્માત ( accident ) બાદ ચર્ચામાં આવી છે. રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશીની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફરી એકવાર ઉર્વશી પોતાની પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે.

ઉર્વશીએ હોસ્પિટલનો ફોટો શેર કર્યો

did urvashi rautela met rishabh pant in mumbai hospital after accident

વાસ્તવમાં ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક એવો ફોટો શેર કર્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે દિલ ના હાથે મજબુર થઈને રિષભ પંતને મળવા પહોંચી છે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત ના અકસ્માત ના સમાચાર સામે આવ્યા બાદ ઉર્વશી રૌતેલા ની ‘પ્રાર્થના’ પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ હવે ફરી એકવાર ઉર્વશીએ હોસ્પિટલ ની તસવીર પોસ્ટ કરી છે જેમાં રિષભ પંત દાખલ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઉર્વશી ઋષભ ને મળવા ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત નું ગૌરવ: 78 વર્ષીય ઉર્મિલા બા, જે ઘરે ઘરે રસોઈ કરીને બની બિઝનેસ વુમન, શું હવે તે પૂરું કરશે તેનું માસ્ટર શેફ ઇન્ડિયા બનવાનું સપનું? જાણો ઉર્મિલા બા ની સંઘર્ષ યાત્રા વિશે

દિલથી મજબૂર થઇ ઉર્વશી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ નો ફોટો શેર કર્યો છે. ઉર્વશીના ઇન્સ્ટાગ્રામ પર હોસ્પિટલનો ફોટો જોયા પછી, ઉર્વશી અને ઋષભ પંત બંનેના ચાહકો મૂંઝવણમાં છે કે આખરે અભિનેત્રી ના મગજમાં શું ચાલી રહ્યું છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તેણી ખરેખર રિષભ પંતને જોવા માટે પહોંચી છે અથવા તો આ સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટ મેળવવાનો કોઈ રસ્તો છે.