Digangana suryavanshi fraud case: ટીવી અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર લાગ્યો છેતરપિંડી નો આરોપ, બોલિવૂડના આ સુપરસ્ટાર નું નામ લઈને કર્યો ફ્રોડ, જાણો શું છે હકીકત

Digangana suryavanshi fraud case: વેબ સિરીઝ 'શોસ્ટોપર'ના નિર્માતા અને નિર્દેશક મનીષ હરિશંકરે અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર છેતરપિંડી નો આરોપ લગાવ્યો છે.દિગંગના એ તેના નામનો ઉપયોગ કરીને અક્ષય કુમાર સાથે નકલી ડીલ કરી છે. જોકે અભિનેત્રી સાથે જોડાયેલા એક સૂત્ર એ આ આરોપ ને નકારી કાઢ્યો છે.

by Zalak Parikh
digangana suryavanshi fraud case actress false allegation claims report

News Continuous Bureau | Mumbai 

Digangana suryavanshi fraud case: અભિનેત્રી ઝીનત અમાન વેબ સિરીઝ ‘શોસ્ટોપર’થી કમબેક કરવા જઈ રહી હતી. ઝીનત સાથે અભિનેત્રી દિગંગના પણ કામ કરી રહી હતી. હવે એવા અહેવાલ છે કે, અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર વેબ સિરીઝના નિર્દેશક મનીષ હરિશંકર એ તેના પર છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કર્યો છે. ‘શોસ્ટોપર’ના નિર્માતાઓએ અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ IPCની કલમ 420 અને 406 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી દિગંગનાએ અક્ષય કુમારના નામે છેતરપિંડી કરી હતી. 

આ સમાચાર  પણ વાંચો : Anupamaa: સિરિયલ ના શૂટિંગ ની વચ્ચે અનુપમા એ તેની બેસ્ટ ફ્રેન્ડ દેવિકા સાથે કર્યું આવું કામ, રૂપાલી અને જસવીર ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

દિગંગના સામે નોંધાયો છેતરપિંડી નો કેસ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,દિગંગનાની સાથે MH ફિલ્મ્સ દ્વારા તેના ફેશન ડિઝાઇનર કૃષ્ણા પરમાર અને અભિનેતા રાકેશ બેદીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. મનીષ હરિશંકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, દિગંગના એ અગાઉ નિર્માતાઓ સાથે એક MOUપર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલમાં અક્ષય કુમાર અને દિગંગના ને આ સીરીઝના પ્રેઝેન્ટર બનવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ કરતી વખતે દિગંગનાએ પોતાના માટે 75 લાખ રૂપિયા અને અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયા માંગ્યા હતા.


મીડિયા રિપોર્ટ અનુસાર દિગંગના પરના આરોપો સંપૂર્ણપણે ખોટા હોઈ શકે છે. મીડિયા ને તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મનીષ હરિશંકરે અત્યાર સુધી દિગંગનાને કોઈ પૈસા આપ્યા નથી. અને તેમ છતાં તેઓ અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા પાસેથી પૈસા લે અને પોતાનું વચન પૂરું ન કરે તો તેને છેતરપિંડી કહેવામાં આવે છે. મનીષ હરિશંકર જે ડીલની વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે. આ ઉપરાંત દિગંગના પાસે પણ મનીષ સામે પુરાવા પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More