Site icon

સાઉથ ફિલ્મના દિગ્દર્શક રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ના ટીવી-ડિજીટલ રાઈટ્સ અધધ આટલા કરોડમાં વેંચાયા.. જાણો વિગતે  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓક્ટોબર 2020

એસએસ રાજામૌલીનું નામ દક્ષિણ ભારતની ફિલ્મોમાં તો મોટું છે જ પરંતુ તેમનું નામ ફિલ્મ બાહુબલી બાદ વિશ્વભરમાં ગુંજતું થયું છે. તેવામાં ફરી એકવાર તેમના નામની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. કારણ કે તેઓ હાલ જે ફિલ્મ બનાવી રહ્યા છે તેના રાઈટ્સ તેમણે કરોડોમાં વેંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે નિર્દેશક રાજામૌલી હાલ ‘આરઆરઆર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં એનટી રામારાવ જૂનિયર અને રામચરણ તેમજ આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત ફિલ્મમાં અજય દેવગણ પણ જોવા મળશે. આ ફિલ્મની વાર્તા સ્વતંત્રતા સેનાનીઓ પર આધારિત છે જેમણે હૈદરાબાદના નિઝામ વિરુદ્ધ લડત લડી હતી.

નોંધનીય છે કે, આ ફિલ્મ તેલુગુમાં બની રહી છે. આ સાથે જ તેને હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ 350થી 400 કરોડનું છે. તેવામાં તેના ટીવી અને ડિજીટલ રાઈટ્સ 200 કરોડમાં વેચવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રાઈટ્સ સ્ટાર નેટવર્ક એ ખરીદ્યા છે. આ ફિલ્મ ટીવી અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર દેખાડવામાં આવશે. જોકે આ ફિલ્મ પહેલા મોટા પડદા પર રિલીઝ થશે, ત્યારબાદ જ તે બીજા પ્લેટફોર્મ પર દેખાડવામાં આવશે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version