Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!

Dil To Pagal Hai Songs: ‘દિલ તો પાગલ હૈ’ ના સુપરહિટ ગીત ‘અરે રે રે’ પાછળની રોચક કહાની; સંગીતકાર ઉત્તમ સિંહે 5 મહિના સુધી સંઘર્ષ કર્યા બાદ મળી હતી મંજૂરી

by Zalak Parikh
Dil To Pagal Hai: The iconic song 'Are Re Are' was rejected 50 times before becoming a blockbuster.

News Continuous Bureau | Mumbai

Dil To Pagal Hai Songs: બોલિવૂડની આઈકોનિક લવ ટ્રાયંગલ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ આજે પણ તેના શાનદાર સંગીત માટે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘અરે રે રે યે ક્યા હુઆ…’ બનાવતા પહેલા સંગીતકાર ઉત્તમ સિંહે ભારે જહેમત ઉઠાવવી પડી હતી? આ ગીતની ધૂન  યશ ચોપરા અને તેમના પરિવારે લગભગ 50 થી વધુ વખત નકારી કાઢી હતી. સંગીતકાર 5 મહિના સુધી સતત આ જ ટ્યુન સંભળાવતા રહ્યા, પણ કોઈને તે ગમતી નહોતી.યશ ચોપરાના પુત્ર ઉદય ચોપરાએ જ્યારે આ ધૂન સાંભળી ત્યારે તેને તે ખૂબ જ પસંદ આવી અને તેણે ભવિષ્યવાણી કરી કે આ ગીત સુપરહિટ  થશે. ત્યારબાદ આનંદ બક્ષીએ માત્ર 10 મિનિટમાં આ ગીતના શબ્દો લખ્યા હતા. લતા મંગેશકર અને ઉદિત નારાયણના અવાજે આ ગીતને દેશભરમાં ગુંજતું કરી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર

સંગીત તૈયાર કરવામાં લાગ્યા 3 વર્ષ

ભલે ગીત 10 મિનિટમાં લખાયું હોય, પરંતુ આખી ફિલ્મનું સંગીત કમ્પોઝ  કરવામાં પૂરા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. ઉત્તમ સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યશ ચોપરા આ ધૂન સાંભળીને મોઢું બગાડતા હતા, પણ આખરે આ જ ધૂન આખી ફિલ્મની ઓળખ બની ગઈ.


આ ફિલ્મમાં અક્ષય કુમાર સપોર્ટિંગ રોલમાં હતો, પરંતુ તે પોતાના પાત્ર અને મહેનતાણાથી ખુશ નહોતો. પરિણામે તેણે આગામી 11 વર્ષ સુધી યશરાજ ફિલ્મ્સ (YRF) સાથે કામ કર્યું ન હતું. આશ્ચર્યની વાત એ છે કે સુપરસ્ટાર શાહિદ કપૂર આ ફિલ્મમાં ‘મુઝકો હુઈ ના ખબર’ ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો.આશરે 9 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં 71 કરોડ રૂપિયાનું કલેક્શનકર્યું હતું. તે 1997ની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મે કુલ 3 નેશનલ એવોર્ડ્સ પણ જીત્યા હતા, જેમાં કરિશ્મા કપૂરને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More