ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 સપ્ટેમ્બર 2020
અભિનેતા દિલીપકુમારનાં વધુ એક ભાઈનું કોરોનાને લીધે નિધન થયું છે. દિલીપ કુમારના નાનાભાઈ એહસાન ખાન કોરોનાની મહામારીમાં સપડાયા હતા. તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી પરંતુ તેમણે ગઇકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. એહસાન ખાનની કોરોનાની સાથે હૃદયની બિમારી, હાઈપર ટેન્શન અને અલ્ઝાઇમર જેવી બિમારીઓની સારવાર પણ ચાલી રહી હતી.
તેમના નિધનથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો. નોંધનીય છે કે ગત 21 ઓગસ્ટનાં રોજ દિલીપકુમારના નાનાભાઈ અસલમ ખાનનું પણ કોરોનાને લીધે નિધન થયું હતું. દિલીપકુમારના આ બંને ભાઈઓને શ્વાસની તકલીફ થતાં બંનેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં બંને ભાઈઓના એક પછી એક મોત થતા પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…