Site icon

Diljit Dosanjh: શાહરુખ, કિયારા ને પછાડી આ ભારતીય સેલેબ્રીટી એ મારી બાજી, મેટ ગાલા 2025 માં મેળવ્યું પ્રથમ સ્થાન

Diljit Dosanjh: મેટ ગાલા 2025 માં શાહરુખ, કિયારા, પ્રિયંકા, દિલજિત એ ભાગ લીધો હતો. હવે આ બધા માંથી આ સેલેબ્રીટી ના લુક એ બાજી મારી છે.

Diljit Dosanjh Becomes Number 1 at Met Gala 2025 Surpasses Rihanna and Shakira

Diljit Dosanjh Becomes Number 1 at Met Gala 2025 Surpasses Rihanna and Shakira

News Continuous Bureau | Mumbai

Diljit Dosanjh: દિલજિત દોસાંઝે આ વર્ષે મેટ ગાલા માં ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તેને વોગ ના બેસ્ટ ડ્રેસ્ટ પોલમાં નંબર 1 બન્યો છે. તેણે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, કિયારા અડવાણી,રિહાના અને શકીરા જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને પાછળ છોડી આ સિદ્ધિ હાંસલ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sholay Re-Release: મોટા પડદે જય અને વીરુ ને જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે થોડા ટ્વીસ્ટ સાથે રી રિલીઝ થઇ રહી છે શોલે

મેટ ગાલા 2025 ના બેસ્ટ ડ્રેસ્ટ સેલિબ્રિટી

ન્યૂયોર્કમાં મેટ ગાલા 2025 યોજાયો હતો, જેમાં શાહરુખ ખાન, કિયારા અડવાણી અને ઈશા અંબાણી જેવા ઘણા ભારતીય સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. શાહરુખ ખાન અને કિયારા અડવાણી ના ડેબ્યુની ચર્ચા થઈ, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહ્યો દિલજિત દોસાંઝ. ‘ફેશનના ઓસ્કર’ કહેવાતા મેટ ગાલામાં દિલજિતે પોતાના મહારાજા લુકથી બધાને ચોંકાવી દીધા.


વોગના બેસ્ટ ડ્રેસ્ટ પોલમાં દિલજિત દોસાંઝે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપરા, રિહાના અને શકીરા જેવા સ્ટાર્સને પાછળ છોડી નંબર 1 પોઝિશન હાંસલ કરી છે. વોગના જણાવ્યા અનુસાર, દિલજિતે 306 સેલિબ્રિટીઝને પાછળ છોડી આ સ્થાન મેળવ્યું છે.મેટ ગાલા 2025 નો થીમ ‘સુપરફાઇન: ટેલરિંગ બ્લેક સ્ટાઇલ’ હતો. દિલજિત માટે ડિઝાઇનર પ્રબલ ગુરંગે પંજાબી રોયલ્ટી સાથે જોડાયેલો આઉટફિટ તૈયાર કર્યો હતો. આ ખાસ પ્રસંગે દિલજિતે પટિયાલા સ્ટાઇલ શેરવાની, શીખ પાઘડી, શાહી કેપ અને મેચિંગ ટ્રાઉઝર પહેર્યા હતા. તેમના આઉટફિટ પર ગુરમુખી માં લખેલો મંત્ર પણ જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version