Site icon

Diljit Dosanjh notice : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ મુશ્કેલીમાં, હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો..

Diljit Dosanjh legal notice : પંજાબી સિંગર દિલજીત દોસાંઝ આ દિવસોમાં તેની 'દિલ-લુમિનાટી ટૂર'થી ધૂમ મચાવી રહ્યો છે. આ દરમિયાન તેલંગણા સરકારે દિલજીત દોસાંજને નોટિસ પાઠવી છે. હા..દિલજીત દોસાંઝ લુમિનાટી કોન્સર્ટ માટે હૈદરાબાદમાં છે અને તેમનો કોન્સર્ટ 15 નવેમ્બર શુક્રવારે યોજાવા જઈ રહ્યો છે.

Diljit Dosanjh notice Telangana govt issues notice to Diljit Dosanjh; bars songs promoting drugs

Diljit Dosanjh notice Telangana govt issues notice to Diljit Dosanjh; bars songs promoting drugs

News Continuous Bureau | Mumbai

Diljit Dosanjh notice : હાલના દિવસોમાં પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ તેમના મ્યુઝિક કોન્સર્ટ દિલ લ્યુમિનાટી ટુરને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે દિલ્હી અને જયપુરમાં શો કર્યો હતો. તેના સંગીત કાર્યક્રમમાં હજારો લોકો આવ્યા હતા. તેમની આગામી કોન્સર્ટ આજે (15 નવેમ્બર) હૈદરાબાદમાં યોજાવાની હતી. પરંતુ આ પહેલા જ તે વિવાદોમાં ફસાયો છે.

Join Our WhatsApp Community

Diljit Dosanjh notice : આવા ગીતો ન ગાવાની સૂચના 

કોન્સર્ટ શરૂ થાય તે પહેલા જ તેલંગણા સરકારે દિલજીત દોસાંજને નોટિસ મોકલી છે. આ નોટિસમાં ગાયકને આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી છે. પંજાબી ભાષાના પ્રમોશનની હિમાયત કરતી ચંદીગઢના રહેવાસીની ફરિયાદ બાદ દિલજીતને આ નોટિસ મોકલવામાં આવી છે.

Diljit Dosanjh notice : બાળકોને સ્ટેજ પર લાવવા પર રોક 

તેલંગાણા સરકારે ઈવેન્ટના આયોજકોને નોટિસ મોકલી છે. આ નોટિસ અનુસાર, બાળકોને સ્ટેજ પર લાવવા પર રોક લગાવવામાં આવી છે કારણ કે WHOની માર્ગદર્શિકા અનુસાર, ઉચ્ચ અવાજનું સ્તર બાળકો માટે સલામત નથી. આ ઉપરાંત દિલજીતને પટિયાલા પેગ, પંજ તારા જેવા શરાબ, ડ્રગ્સ અને હિંસાવાળા ગીતો ન ગાવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Diljit dosanjh: દિલજિત દોસાંજ ની કોન્સર્ટમાં ચોરો ની હાથચાલાકી, અધધ આટલી નોંધાઈ એફઆઈઆર, જાણો સમગ્ર મામલો

આ નોટિસમાં સરકારે પુરાવા તરીકે દિલજીત દોસાંઝનો જુનો વીડિયો કોન્સર્ટનો વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે આલ્કોહોલ અને ડ્રગ્સ સાથે જોડાયેલા ગીતો ગાતો જોવા મળે છે.

 

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version