Site icon News Continuous Bureau | Mumbai

Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી

Dining With The Kapoors: કપૂર પરિવારની વારસાગાથા, ફિલ્મી સફર અને રસોઈ પ્રેમને ઉજાગર કરતી ડોક્યુમેન્ટ્રી 21 નવેમ્બરે રિલીઝ થશે

Dining With The Kapoors: Netflix to Unveil Untold Stories of Bollywood’s First Family

Dining With The Kapoors: Netflix to Unveil Untold Stories of Bollywood’s First Family

News Continuous Bureau | Mumbai

બોલીવૂડના પ્રથમ પરિવાર તરીકે ઓળખાતા કપૂર પરિવાર પર આધારિત ડોક્યુમેન્ટ્રી ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ (Dining With The Kapoors) 21 નવેમ્બર, 2025ના રોજ નેટફ્લિક્સ  પર રિલીઝ થવાની છે. આ ડોક્યુમેન્ટ્રીમાં કપૂર પરિવારના જીવન, તેમના ભોજનપ્રેમ અને ફિલ્મી વારસાની ઝલક મળશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Madhuri Dixit: ૩૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલા આ હિટ ગીત ને કારણે માધુરી દીક્ષિત થઇ હતી લોકપ્રિય, આ ગીત પર જ લોકોએ વરસાવ્યા હતા પૈસા

કપૂર પરિવારના પેઢીદર પાત્રો સાથે ખાસ મુલાકાત

ડોક્યુમેન્ટ્રીમાં રણબીર કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, આધાર જૈન, અરમાન જૈન, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા જેવા યુવા પેઢીના સભ્યો જોવા મળશે. સાથે જ રણધીર કપૂર, બબિતા કપૂર અને નીતૂ કપૂર પણ હાજર રહેશે. આ ડોક્યુમેન્ટ્રીમાં પરિવારના સાસરા પક્ષના સભ્યો પણ જોવા મળશે જેમ કે સૈફ અલી ખાન, ભરત સાહની, મનોજ જૈન, નિતાશા નંદા વગેરે.


ડોક્યુમેન્ટ્રીમાં કપૂર પરિવારના ભોજન સાથેના પ્રેમ, સાથે મળીને જમવાનું અને ફિલ્મી વારસાની વાતો રજૂ કરવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે નેટફ્લિક્સ ઊંડાણથી કપૂર પરિવારના ઇતિહાસમાં પ્રવેશી રહ્યું છે. 2024માં રાજ કપૂરની જન્મજયંતિ પર પણ કપૂર પરિવારની 10 ફિલ્મો દેશભરના 40 શહેરોમાં રિલીઝ કરવામાં આવી હતી.ડોક્યુમેન્ટ્રીના શોરનર અને નિર્માતા અરમાન જૈને કહ્યું, “આ ફિલ્મ મારા જીવનનો સૌથી ભાવનાત્મક અનુભવ રહી છે. હું બાળપણથી જ આ સપનાને જીવતો આવ્યો છું – કહાની, ખોરાક અને પરિવાર માટેનો પ્રેમ દુનિયા સાથે વહેંચવાનો આ એક અવસર છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version