Dipika kakar Video: દીપિકા કક્કડ ને કેન્સર ની સર્જરી બાદ 11 માં દિવસે મળી હોસ્પિટલમાંથી રજા, પતિ શોએબે શેર કર્યો ભાવુક વીડિયો

Dipika kakar Video: લીવર કેન્સર બાદ સર્જરી સફળ રહી, દીપિકા હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. દીપિકા ને 11 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી છે.

by Zalak Parikh
Dipika Kakar Returns Home After 11 Days of Surgery Shoaib Shares Emotional Video

News Continuous Bureau | Mumbai 

Dipika kakar Video: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. લીવર કેન્સર  ના કારણે થયેલી સર્જરી પછી 11 દિવસ સુધી હોસ્પિટલમાં રહીને હવે દીપિકા ઘરે પરત ફરી છે. તેના પતિ શોએબ ઇબ્રાહિમ એ પોતાના યૂટ્યુબ બ્લોગમાં દીપિકાની હાલત અને ઘરે આવવાની ઝલક દર્શકો સાથે શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળશે સાસુ-વહુ નો ડ્રામા,સલમાન ખાન ના શો માં થઇ અનુપમા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી!

શોએબે બ્લોગમાં આપ્યું દીપિકાની તબિયત અંગે અપડેટ

શોએબ ઇબ્રાહિમ પોતાના યૂટ્યુબ ચેનલ પર દીપિકાની તબિયત અંગે સતત અપડેટ આપી રહ્યો છે. તાજેતરના બ્લોગમાં તેણે જણાવ્યું કે દીપિકા હવે ઘરે આવી ગઈ છે અને ધીરે ધીરે રિકવરી કરી રહી છે. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર્સનો તેણે દિલથી આભાર માન્યો છે.વીડિયો દરમિયાન દીપિકા કક્કડ એ પોતાના ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તે હવે ઘેર આવીને ખૂબ ખુશ છે. દીકરો પણ તેની રાહ જોઈ રહ્યો હતો. શોએબે જણાવ્યું કે હજુ પણ ચેકઅપ માટે હોસ્પિટલ જવું પડશે અને દવાઓ ચાલુ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


વીડિયોના અંતમાં દીપિકા અને શોએબે અમદાવાદ માં થયેલા પ્લેન ક્રેશ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે જીવન અનિશ્ચિત છે અને દરેક ક્ષણને જીવવી જોઈએ. તેમણે દુર્ઘટનામાં પીડિત પરિવારો માટે પ્રાર્થના  કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More