ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપની ગત રવિવારે તબિયત વધુ વણસી ગઈ હતી.
છાતીમાં અચાનક દુખાવો થવાને કારણે તેમને મુંબઈની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચેક-અપ કર્યા પછી જાણવા મળ્યું કે તેમના હાર્ટમાં બ્લૉકેજ છે, જેના કારણે તેમને હાર્ટ ઍટૅક આવ્યો હતો.
જોકે તબીબોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને હવે ડિરેક્ટરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપે માર્ચ મહિનામાં તેમની આગામી ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. એન્જિયોપ્લાસ્ટી પહેલાં, તે ઘરેથી ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી રહ્યા હતા, પરંતુ સર્જરી બાદ ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા એક અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે.
ટેક જાયન્ટ વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન કોરોનાના કાળમાં કરશે ૧,૧૨૫ કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત
