News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની (Disha Patani birthday celebration)આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ચાહકો માટે તેની તસવીરો અથવા વીડિયો શેર કરતી રહે છે. દિશા પટની ને તેના ચાહકો વોટર બેબી(water baby) તરીકે પણ બોલાવે છે.
દેખીતી રીતે જ દિશા પટનીને દરિયા કિનારે પાણીમાં મસ્તી (beach)કરવી પસંદ છે અને આ જ કારણ છે કે તેના કેટલાક ફેન્સ તેને વોટર બેબી તરીકે પણ બોલાવે છે.
દિશા પટનીના જન્મદિવસની યોજના હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ(Tiger shroff) માટે ચોક્કસ કાઢશે.
મૂળ ઉત્તરાખંડની(Uttarakhand) વતની દિશા પટનીનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં(Bareli) થયો હતો. દિશાના પિતા રાજપૂત ઘરાનાનાં છે. અને તેઓ પોલીસ અધિકારીની(Police officer) નોકરી કરતાં હતા. દિશાનો જન્મ 13 જૂન, 1992ના રોજ થયો હતો.
દિશા પટની બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની(Bold actress) એક છે. તેણે સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) ફિલ્મ 'એમ.એસ. ધોની' (M S Dhoni- The Untold Story) અને સલમાન ખાનની (Salman Khan) સાથે રાધે (Radhe)જેવી ફિલ્મમાં કામ કર્યું છે તે હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મો પણ કરી ચૂકી છે.
દિશા પટની એ તેલુગુ ફિલ્મ 'લોફર' દ્વારા તેલુગુ સિનેમામાં(Telugu cinema) એન્ટ્રી કરી હતી. જે બાદ તેણે 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'ભારત', 'મલંગ', 'રાધે', 'એક વિલન રિટર્ન્સ' અને બીજી ઘણી ફિલ્મો કરી.. આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડમી એવોર્ડ્સ દ્વારા તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો છે.