ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જૂન 2021
શુક્રવાર
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે કે જે દરરોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જ્યારે અમુક અભિનેત્રીઓ એવી છે કે જે ક્યારેક પોસ્ટ કરે પણ ધમાકો કરી દે છે. એવી જ એક અભિનેત્રી એટલે કે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી. કે જે અવાર નવાર તેની તસવીરો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રી દિશા એ તાજેતરમાં શેર કરી છે, જેમાં તે તેની ફિટ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ દિશા પટણી પ્રિન્ટેડ સ્વીમસૂટમાં જોવા મળી રહી છે. બીજા અન્ય એક તસ્વીરમાં દિશા દરિયા કિનારે સીશેલ્સ વેણતી નજર આવી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2015 માં દિશા પટનીએ ફિલ્મ લોફરથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે એક તેલુગુ ફિલ્મ હતી અને તે પછી વર્ષ 2016 માં તે પહેલી વાર હિન્દી ફિલ્મમાં દેખાઇ હતી. ફિલ્મનું નામ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી હતું અને આ ફિલ્મમાં દિશાએ મહેન્દ્રસિંહ ધોનીની પહેલી ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું. જેમાં દર્શકોને અભિનેત્રીનું કામ ખૂબ પસંદ આવ્યું હતું.