Site icon

Disha Salian Case: દિશા સાલિયાન કેસ માં આવ્યો નવો વળાંક, સુશાંત ની પીએ ના વકીલ એ નવા સવાલ ઉઠાવતા કરી આવી માંગ

Disha Salian Case: દિશા સાલિયાન ના મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિશા ના પિતા સતીશ સાલિયાન એ આ કેસ ની પુનઃ તપાસની માંગ કરી છે તેમજ તેના વકીલે પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે.

disha salian case lawyer demands full probe to cbi investigation

disha salian case lawyer demands full probe to cbi investigation

News Continuous Bureau | Mumbai

 Disha Salian Case: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયાને આ મામલે નવી રજૂઆત કરી છે, જેમાં દિશાની મૃત્યુના તમામ પાસાઓની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ

દિશા સાલિયાન કેસમાં નવો દાવો 

દિશા સાલિયાના પિતાના વકીલ એ દાવો કર્યો છે કે 2020 માં થયેલી પાર્ટી દરમિયાન દિશા, સુશાંત સિંહ રાજપૂત અને આદિત્ય ઠાકરે હાજર હતા. તાજેતરની મીટિંગમાં, તેમણે દિશાની મૃત્યુ સાથે સંકળાયેલી રહસ્યમય ઘટનાઓ અને  વણ ઉકેલાયેલા પ્રશ્નોને ઊંડાણપૂર્વક તપાસવાની માંગ કરી છે.દિશાના પિતાએ બીજો દાવો કર્યો કે 8 જૂન 2020ના રોજ દિશાના મૃત્યુ પાછળ કોઈ ગૂઢ સત્ય છુપાયેલું હોઈ શકે છે. તે સમયે પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના ગણવામાં આવી હતી.


દિશા ના વકીલ દ્વારા નવી ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવે.તપાસમાં એ જાણવા મળશે કે શું સુશાંત સિંહ રાજપૂત, દિશા સલિયન, પરમબીર સિંહ અને આદિત્ય ઠાકરે તે સમયે પાર્ટી દરમિયાન ત્યાં હાજર હતા?દિશા તે જગ્યાએ પહોંચી કે નહીં અને તેની સાથે શું થયું તે સ્પષ્ટ થવું જોઈએ.આ બધા પ્રશ્નોના જવાબો જાહેર થવા જ જોઈએ.રાજ્ય સરકારને અમારી અરજી સામે કોઈ વાંધો નથી.રાજ્યએ કહ્યું છે કે જો કોર્ટ સીબીઆઈ તપાસનો આદેશ આપે છે, તો તેને કોઈ વાંધો નહીં હોય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayan Teaser Release: ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક, ૪૦૦૦ કરોડના મેગા બજેટની ફિલ્મનું ટીઝર વાયરલ
Danish Pandor Dhurandhar 2: દાનિશ પંડોરનો મોટો ખુલાસો: ‘ધુરંધર 2’ માં ઉઝૈર બલોચ બનવા માટે નસીબ અને મહેનતે કેવી રીતે આપ્યો સાથ?
Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Exit mobile version