News Continuous Bureau | Mumbai
દિવંગત સેલિબ્રિટી મેનેજર દિશા સલિયન સાથે સગાઈ કરનાર અભિનેતા રોહન રાય લગ્ન કરવા માટે તૈયાર છે. રોહને તેના જીવનસાથી તરીકે સહ અભિનેત્રી શીન દાસને પસંદ કરી છે. રોહન અને શીન નો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન અને ફેરા કાશ્મીરમાં યોજાશે. રોહને લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં શીન સાથેના લગ્નના નિર્ણયને લઈને ઘણી વાત કરી છે, સાથે જ તેના લગ્ન વિશે વધુ માહિતી આપતા જોવા મળ્યો હતો.
રોહન રાયે લગ્નની વિગતો શેર કરી
રોહન રાયે એક અગ્રણી મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં કહ્યું, ‘જ્યારે પણ કાશ્મીરની વાત થાય છે ત્યારે શીનનો પરિવાર ભાવુક થઈ જાય છે. અમે ઈચ્છીએ છીએ કે આ સુંદર સ્મૃતિ ત્યાં રહે. લગ્નની વિધિ બે દિવસ સુધી ચાલશે જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ભાગ લેશે. જો રિપોર્ટ્સનું માનીએ તો, લગ્નના એક દિવસ પહેલા કપલની હલ્દી અને મહેંદી વિધિ પૂરી કરવામાં આવશે.રોહન રાય વિશે એવા સમાચાર છે કે તેણે દિશા સાલિયાનના મૃત્યુના બે વર્ષ પછી કો-સ્ટાર શીનને ડેટ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે બંનેનો પ્રેમ ગાઢ થતો ગયો અને હવે આ કપલ સાત ફેરા લઈને કાયમ માટે સાથે રહેવા જઈ રહ્યું છે. રોહન અને શીને વર્ષ 2018માં સાથે કામ કર્યું હતું. દિશાના મૃત્યુ પછી તેમની મિત્રતા ગાઢ બની હતી.
શીન દાસે રોહન વિશે કહી આ વાત
શીન દાસે ભાવિ પતિ રોહન રાય વિશે કહ્યું, ‘જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. જ્યારે અમે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મને તેને જોઈને દુઃખ થતું. એક મિત્ર તરીકે, હું તેના માટે ચિંતિત હતી. હવે અમે હંમેશ માટે સાથે રહેવાના છીએ, હું બધાને કહી દઉં કે હું એક મિત્ર સાથે લગ્ન કરી રહી છું. શીને રોહનના પ્રસ્તાવને યાદ કરતા કહ્યું, ‘એક દિવસ મેં તેને કહ્યું કે હું લગ્ન માટે એક પુરુષ શોધી રહી છું અને તેણે તેના લગ્ન વિશે પણ વિચારવું જોઈએ. ત્યારે તેણે મને પૂછ્યું કે શું આપણે એક વર્ષ સાથે વિતાવી શકીએ. અમારા સંબંધોની ખાસિયત એ છે કે અમે એકબીજાને સમજીએ છીએ.