Site icon

તારક મહેતા..’ માં દયાબેનના કમબેકને લઈ સીરિયલમાં લાંબા સમયથી એક્ટિંગ કરતા આ જાણીતા અભિનેતાએ કહી આ મોટી વાત.. જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

18 જાન્યુઆરી 2021

ટેલિવિઝન જગત નો સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતું આવ્યો છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે આ 12 વર્ષ દરમિયાન ઘણા પાત્રો બદલાઈ પણ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ ચર્ચા રહી થતી હોય તો તે છે દયાબેન એટલે કે દિશા વાંકાણીની. દયાભાભીની દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હાલમાં જ શોમાં નટ્ટૂકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકે દયાબેનની વાપસીને લઈને ખુલીને વાત કરી છે. ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયકે થોડા દિવસ અગાઉ જ સેટ પર વાપસી કરી છે. ગળાની સર્જરીને કારણે તેઓ લાંબા સમયથી બ્રેક પર હતા.  

તાજેતરમાં મીડિયા વાતચીત દરમિયાન નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકે એ જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 12 વર્ષથી પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી અને તારક મહેતાની ટીમ સાથે કામ કરી રહ્યો છું. મૈં નટ્ટૂકાકાના પાત્ર માટે એટલી મહેનત કરી છે કે હવે રસ્તાઓ પર ચાલતી વખતે પણ લોકો મને આ જ નામથી બોલાવે છે. મારા માટે હવે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું શક્ય નથી કારણ કે મને એવી જરૂર પણ નથી. હું નટુકાકાનું પાત્ર ભજવીને ખુશ છું. દર્શકોની દુઆઓથી જ ગળાની સર્જરી બાદ હું સેટ પર પરત ફરી શક્યો છું.’

આગળ તેમણે કહ્યું કે આવનારા એપિસોડમાં મને મુંબઈ પરત આવતા દેખાડવામાં આવશે. હું ફરી શૂટિંગ શરૂ કરીશ. ત્યાં સુધી હું બ્રેક પર છું. મૈં ડિસેમ્બરમાં શૂટિંગ કરી હતી. હવે હું સ્ક્રિપ્ટ રાઈટર્સની રાહ જોઈ રહ્યો છું કે તેઓ હવે મારા પાત્રની શોમાં ક્યારે વાપસી કરાવે છે.  અસિત સર સાથે કામ કરવાનો અનુભવ ઘણો જ સારો છે.

 

સેટ પર દયાબેન ઉર્ફે દિશા વાંકાણીને લોકો કેટલી મિસ કરી રહ્યા છે તે વિશે વાત કરતાં નટુકાકાએ કહ્યું હતું કે’ ‘અમે બધાં ઘણાં વર્ષોથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છે. બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે અને અમને આશા છે કે તે જલ્દી જ શોમાં પરત ફરશે. જો તે પ્રોડ્યૂસર્સને પોતાની વાપસીને લઈને કન્ફર્મ કરી દે છે તો તેઓ બીજી દયાબેન વિશે વિચારવાનું શરૂ કરશે. આ નિર્ણય સંપૂર્ણ રીતે પ્રોડક્શન ટીમ પર નિર્ભર કરે છે. દિશા વાકાણી શો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે હવે આખી ટીમ તેમની રાહ જોઈને કંટાળી ગઈ છે.

 

 

 

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version