Divyanka Tripathi Pregnant News: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે બંધાશે પારણું! લગ્નના 10 વર્ષ બાદ એક્ટ્રેસ આપશે ‘ગુડ ન્યૂઝ’, પરિવારમાં ખુશીનો માહોલ

Divyanka Tripathi Pregnant News: 41 વર્ષની ઉંમરે માતા બનશે દિવ્યાંકા: સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી દૂર રહેવાનું કારણ આવ્યું સામે, ટૂંક સમયમાં યોજાશે ખાનગી ‘બેબી શાવર’.

by Zalak Parikh
Divyanka Tripathi and Vivek Dahiya Expecting First Child After 10 Years of Marriage; Couple to Host Private Baby Shower Soon

News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi Pregnant News: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયા ટૂંક સમયમાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. લગ્નના 10 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. અહેવાલો મુજબ, 41 વર્ષની વયે દિવ્યાંકા પ્રેગ્નન્ટ છે અને તેના ઘરે ટૂંક સમયમાં નવા સભ્યનું આગમન થશે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે.દિવ્યાંકા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોથી દૂર હતી, જેના કારણે ચાહકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. હવે તેની પ્રેગ્નન્સીની વાત બહાર આવતા જ આ અટકળો પર વિરામ મુકાયો છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા

ખાનગી રાખવામાં આવી રહી છે ખુશખબર

જોકે, દિવ્યાંકા અને વિવેકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, આ કપલ પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને આ ખુશખબર માત્ર તેમના નજીકના સંબંધીઓ અને મિત્રોને જ ખબર હતી. દિવ્યાંકા અને વિવેક અત્યારે આ ખાસ સમયનો આનંદ માણી રહ્યા છે અને પરિવારમાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Feels (@bollywood__feels)


સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવ્યાંકા અને વિવેક ટૂંક સમયમાં એક નાનકડું અને ખાનગી બેબી શાવર યોજવાનું વિચારી રહ્યા છે. આ ફંક્શનમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજરી આપશે. દિવ્યાંકા અને વિવેકની જોડી ટીવીની સૌથી લોકપ્રિય જોડીઓમાંની એક છે અને તેમની રોમેન્ટિક તસવીરો હંમેશા વાયરલ થતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More