Divyanka Tripathi Twins Baby| લગ્નના ૧૦ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠીના આંગણે ખીલ્યા બે ફૂલ! જોડિયા બાળકોના જન્મ બાદ એક્ટ્રેસે ફેન્સ માટે લખી આ ઇમોશનલ નોટ

Divyanka Tripathi Twins Baby| "મારા કરણ અર્જુન આવી ગયા" અભિનેત્રી અને પતિ વિવેક દહિયાએ ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ પોસ્ટ શેર કરી; ટીવી સેલેબ્સે વરસાવ્યો પ્રેમ

by Zalak Parikh
Divyanka Tripathi Twins Baby| લગ્નના ૧૦ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠીના આંગણે ખીલ્યા બે ફૂલ! જોડિયા બાળકોના જન્મ બાદ એક્ટ્રેસે ફેન્સ માટે લખી આ ઇમોશનલ નોટ

 

News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi Twins Baby| ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ માં ‘ઇશી મા’ ના પાત્રથી દેશભરમાં જાણીતી થયેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ના ઘરે લગ્નના ૧૦ વર્ષ બાદ બહુ મોટી ખુશી આવી છે. દિવ્યાંકા ત્રિપાઠી એક નહીં પરંતુ જોડિયા (ટ્વિન્સ) બાળકોની માતા બની ગઈ છે. આ ખુશખબર દિવ્યાંકા અને તેના પતિ વિવેક દહિયાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને પોતાના ચાહકોને આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના પરિવાર અને ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ક્યુટ પોસ્ટર શેર કરીને આપી માહિતી

દિવ્યાંકા અને વિવેકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અત્યંત ક્યુટ તસવીર શેર કરીને માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર બે નવજાત બાળકોની તસવીર વાળું પોસ્ટર મૂક્યું છે, જેમાં બાળકોએ આછા વાદળી (લાઈટ બ્લુ) રંગના કપડાં પહેરેલા છે, જો કે તેમાં તેમનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. આ તસવીર સાથે દિવ્યાંકાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે બે જોડિયા દીકરાઓને (Twin Boys) જન્મ આપ્યો છે, જેનાથી તેમની ખુશી બમણી થઈ ગઈ છે.

“ભગવાન પાસે એક ખુશી માંગી હતી, તેમણે બમણી આપી”

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ ખાસ ડિજિટલ પોસ્ટર પર એક સુંદર સંદેશ લખવામાં આવ્યો છે. પોસ્ટર પર લખ્યું છે કે, “અમે ભગવાન પાસે ખુશી માંગી હતી અને ભગવાને કહ્યું, ‘લો આ બમણી ખુશી લો.’ અમને જોડિયા દીકરાઓનો આશીર્વાદ મળ્યો છે.” આ સાથે જ કેપ્શનમાં દિવ્યાંકા અને વિવેકે લખ્યું કે, “આખરે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે, અમારા દીકરાઓ દુનિયામાં આવી ગયા છે અને હવે અમારી જિંદગી કલ્પના કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. મારા કરણ અર્જુન આવી ગયા!”

વર્ષ ૨૦૧૬ માં થયા હતા લગ્ન

દિવ્યાંકા અને વિવેકના માતા-પિતા બનવાના સમાચાર વાયરલ થતાં જ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે તેમના પર અભિનંદનનો વરસાદ શરૂ કરી દીધો છે. માહી વિજ, શ્રેનુ પરીખ અને હિતેન તેજવાણી જેવા જાણીતા કલાકારોએ સોશિયલ મીડિયા પર આ નવજાત બાળકો પર પ્રેમ વરસાવ્યો છે અને નવા માતા-પિતાને શુભકામનાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની પ્રથમ મુલાકાત ‘યે હૈ મોહબ્બતેં’ ના સેટ પર થઈ હતી, જે બાદ વર્ષ ૨૦૧૬ માં બંનેએ લગ્ન કર્યા હતા. ચાલુ વર્ષના માર્ચ મહિનામાં જ તેમણે મેટરનિટી ફોટોશૂટ શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

👉 આ સમાચાર વાચો:
Budh Gochar। ગ્રહોના રાજા બુધ બદલશે ચાલ! ૨૯ મેથી ૩ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ, નોકરીધંધામાં મળશે બમ્પર પ્રગતિ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More