Site icon

Dolly Sohi: ટીવી ઇન્ડસ્ટ્રી થી આવ્યા માઠા સમાચાર, અભિનેત્રી ડોલી સોહી નું થયું નિધન, આ બીમારી સામે હારી ગઈ જિંદગી ની જંગ

ટીવી ની લોકપ્રિય અભિનેત્રી ડોલી સોહી નું નિધન થયું છે. અભિનેત્રી સર્વાઈકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે ડોલી એ તેની બહેન અમનદીપના મૃત્યુના થોડા કલાકો બાદ જ આ દુનિયાને અલવિદા કહી દીધું

dolly sohi passed away at the age of 48

dolly sohi passed away at the age of 48

News Continuous Bureau | Mumbai 

Dolly Sohi: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ટીવી ની લોકપ્રિય અભિનેત્રી ડોલી સોહીનું આજે સવારે 48 વર્ષની વયે અવસાન થયું છે. આષ્ચર્ય ની વાત એ છે કે ગઈકાલે રાત્રે તેની બહેન અમનદીપ સોહીનું પણ અવસાન થયું હતું. ડોલી સર્વાઇકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી જ્યારે અમનદીપ કમળા સામે જંગ  હારી ગઈ. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Maria goretti: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો એક ફોટો જોઈ દુઃખી થઇ મારિયા ગુરેટ્ટી, અરશદ વારસી ની પત્ની એ તસવીર શેર કરી કહી આવી વાત

ડોલી સોહીનું નિધન 

મીડિયા રિપોર્ટ મુજબ ડોલી ના પરિવારે જણાવ્યું કે,  “અમારી પ્રિય ડોલી આજે વહેલી સવારે તેના સ્વર્ગીય નિવાસ માટે રવાના થઈ ગઈ છે. અમે આઘાતમાં છીએ. આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.” આ ઉપરાંત અભિનેત્રી ના ભાઈ મનુ એ તેની બહેન અમરદીપ ના નિધન ની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “હા, એ સાચું છે કે અમનદીપ હવે નથી રહી, તેના શરીરે સાથ છોડી દીધો. તેને કમળો થયો હતો પરંતુ અમે ડોકટરો પાસેથી વિગતો પૂછવાની સ્થિતિમાં નથી.” મીડિયા રિપોર્ટ મુજબ મનુ એ એમ પણ કહ્યું હતું કે ‘ડોલીની હાલત ગંભીર નથી પરંતુ તેને હોસ્પિટલમાં આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે’. 


તમને જણાવી દઈએ કે, વર્ષ 2203 માં ડોલી ને સર્વાઈકલ કેન્સર ની ખબર પડી હતી. થોડા દિવસ પહેલા અભિનેત્રી ને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ડોલી ના પરિવાર માં તેની એક દીકરી ઇમલી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version