News Continuous Bureau | Mumbai
Don 3 Controversy: બોલીવુડની જાણીતી ‘ડોન’ ફ્રેન્ચાઈઝી અત્યારે તેના પાત્રો કે વાર્તાને કારણે નહીં, પરંતુ તેના વિવાદોને કારણે ચર્ચામાં છે. શાહરૂખ ખાન બાદ જ્યારે રણવીર સિંહને નવા ‘ડોન’ તરીકે કાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે અનબન એટલી વધી ગઈ છે કે રણવીરે આ પ્રોજેક્ટમાંથી કિનારો કરી લીધો છે. આ વિવાદ હવે પ્રોડ્યુસર્સ ગિલ્ડ સુધી પહોંચ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Arijit Singh: અરિજીત સિંહના અવાજની જાદુઈ રાત! નિવૃત્તિની જાહેરાત બાદ પ્રથમ સ્ટેજ શોમાં રડી પડ્યા ફેન્સ, જુઓ કોલકાતા કોન્સર્ટના વાયરલ વીડિયો
રણવીર સિંહના સ્ક્રિપ્ટ અને હૃતિક રોશન અંગેના આક્ષેપો
રિપોર્ટ અનુસાર, રણવીર સિંહે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રણવીરનું કહેવું છે કે ‘ડોન ૩’ ની સ્ક્રિપ્ટ સંપૂર્ણ રીતે લોક કરવામાં આવી નહોતી અને તેમાં સતત ફેરફારો થઈ રહ્યા હતા. રણવીરે પ્રોડક્શન હાઉસ પર ‘અનપ્રોફેશનલ’ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં, રણવીરનો દાવો છે કે ટીમ આ પ્રોજેક્ટમાં હૃતિક રોશનને પણ સામેલ કરવાના રસ્તાઓ શોધી રહી હતી, જે તેને મંજૂર નહોતું. રણવીરના મતે ફરહાન અખ્તર એકસાથે અનેક પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહ્યા હોવાથી ‘ડોન ૩’ માટે ગંભીર નહોતા.
ફરહાન અખ્તરે રણવીરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ફરહાનનું કહેવું છે કે રણવીરે પોતે જ સ્ક્રિપ્ટ મંજૂર કરી હતી અને તેના પુરાવા તરીકે દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સમાચાર આવ્યા કે ફરહાનની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે રણવીર સિંહ પાસે ૪૦ કરોડના વળતરની માંગ કરી છે. કંપનીનું માનવું છે કે રણવીરે અધવચ્ચેથી ફિલ્મ છોડતા પ્રી-પ્રોડક્શનમાં થયેલો મોટો ખર્ચ માથે પડ્યો છે. અત્યાર સુધી રણવીર કે ફરહાન તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ અનબનને કારણે ‘ડોન ૩’ નું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ હોય તેમ જણાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
