Site icon

Don 3: ડોન 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, રણવીર સિંહ સાથે પહેલીવાર જામશે જોડી

Don 3: ડોન 3 માં રણવીર સિંહ ની એન્ટ્રી નક્કી થઇ ગઈ હતી. ત્યારબાદ ફિલ્મ ની લીડ અભિનેત્રી ને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી હતી. હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ફિલ્મ ની લીડ અભિનેત્રી ની જાહેરાત કરવામાં આવી છે.

don 3 kiara advani confirm for lead actress farhan akhtar announce this

don 3 kiara advani confirm for lead actress farhan akhtar announce this

News Continuous Bureau | Mumbai 

Don 3: ડોન 3 એ ડોન ની ફ્રેન્ચાઇઝી છે. વર્ષ 1978 માં રિલીઝ થયેલી ઓરીજીનલ ફિલ્મ ડોન માં અમિતાભ બચ્ચને ડોન ની ભૂમિકા ભજવી હતી જેમાં તેની સાથે ઝીનત અમાન હતી. ત્યારબાદ વર્ષ 2006 માં ડોન ની રીમેક બનવવામાં આવી જેમાં શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ જતા ડોન 2 આવી જેમાં પણ શાહરુખ ખાને ડોન ની ભૂમિકા ભજવી હતી. હવે ફરહાન અખ્તરે ડોન 3 ની જાહેરાત કરી છે જેમાં શાહરુખ ખાન ની જગ્યા એ રણવીર સિંહ ડોન ની ભૂમિકા માં જોવા મળશે. તેમજ આ ફિલ્મ ની લીડ અભિનેત્રી ની પણ જાહેરાત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nitish bhardwaj: નીતીશ ભારદ્વાજ ના ગંભીર આરોપો નો સ્મિતા એ આપ્યો જવાબ, અભિનેતા વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

 

ડોન 3 માં થઇ કિયારા અડવાણી ની એન્ટ્રી 

ફરહાન અખ્તરે ‘ડોન 3’ માટે લીડ અભિનેત્રી ની જાહેરાત કરી છે અને કિયારા અડવાણી લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે અને ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ફિલ્મમાં કિયારા અડવાણીનું સ્વાગત કર્યું છે.કિયારા એ તેના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતા લખ્યું, ‘પ્રતિષ્ઠિત ડોન ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા અને આ અતુલ્ય ટીમ સાથે કામ કરવા માટે રોમાંચિત! અમે આ રોમાંચિત સફળ પર નીકળ્યા છીએ તો તમારા પ્રેમ અને સમર્થનની અપેક્ષા છે.’


ડોન 3 માં કિયારા ની એન્ટ્રી થી ચાહકો ખુબ ખુશ છે. પહેલીવાર તેમને આ ફિલ્મ માં રણવીર સિંહ અને કિયારા ની જોડી જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version