Site icon

Don 3: ફરહાન અખ્તરે કર્યો રણવીર સિંહ ના ડોન બનવા પાછળ નો ખુલાસો, જણાવ્યું કેમ શાહરુખ ખાને ડોન 3 કરવાની પાડી હતી ના

Don 3:ડોન 3માં શાહરૂખ ખાન ના સ્થાને રણવીર સિંહ જોવા મળશે જેના કારણે કિંગ ખાન ના ચાહકો નારાજ છે. ફિલ્મના નિર્દેશક ફરહાન અખ્તરનું કહેવું છે કે રણવીર સિંહે શાહરૂખ નું સ્થાન લીધું નથી.

don 3 rranveer singh is in lead role now farhan akhtar revelased the reason behind shahrukh khan not part of the film

don 3 rranveer singh is in lead role now farhan akhtar revelased the reason behind shahrukh khan not part of the film

News Continuous Bureau | Mumbai

 Don 3: અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બાદ અભિનેતા રણવીર સિંહ ‘ડોન’ ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જવા માટે તૈયાર છે. ફિલ્મના ત્રીજા ભાગમાં રણવીર ડોનની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે થી આ જાહેરાત થઇ છે ત્યાર થી શાહરુખ ખાન ના ચાહકો નારાજ થયા છે. શાહરૂખ ખાનના ચાહકો ઈચ્છે છે કે ડોન ની ફ્રેન્ચાઇઝી માં માત્ર તે જ ડોન બને. હવે ‘ડોન 3’ના ડાયરેક્ટર ફરહાન અખ્તરે પોતે ફિલ્મમાં રણવીર સિંહના કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સિવાય તે શાહરૂખ ખાનને ફિલ્મનો ભાગ ન બનાવવા પાછળનું કારણ પણ આપ્યું છે. 

Join Our WhatsApp Community

 

ફરહાન અખ્તરે શાહરુખ ખાન ના ડોન 3 માં ભૂમિકા ના ભજવાનું જણાવ્યું કારણ 

મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન, નિર્દેશક ફરહાન અખ્તરે શેર કર્યું હતું કે તે અને શાહરૂખ ખાન પરસ્પર સંમતિથી અલગ થયા હતા. ફરહાને કહ્યું, ‘હું કોઈની જગ્યા લેવાની સ્થિતિમાં નથી. આ એવી બાબતો છે જેની આપણે વર્ષોથી ચર્ચા કરી છે. હું વાર્તાને ચોક્કસ દિશામાં લઈ જવા માંગતો હતો, કોઈક રીતે અમે સર્વસંમતિ સુધી પહોંચી શક્યા નહીં. અમે પરસ્પર સંમતિથી એ જાણીને છૂટા પડ્યા કે તે કદાચ શ્રેષ્ઠ માટે હતું, તેથી તે જે છે જે છે.’ફરહાને એમ પણ કહ્યું કે તે ફિલ્મના ત્રીજા ભાગમાં રણવીર સિંહ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું, ‘રણવીરને ફિલ્મનો ભાગ બનવા માટે હું ખરેખર ઉત્સાહિત છું. તે પણ આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ એક મોટી ફિલ્મ છે. ઉપરાંત, અભિનેતાના દૃષ્ટિકોણથી તે કરવું એ મોટી વાત છે. એમ કહી શકાય કે તેમની ઉર્જા આપણને ઉર્જા આપે છે.’

આ સમાચાર પણ વાંચો : parineeti chopra and raghav chaddha: લગ્ન માટે ઉદયપુર જવા રવાના થયા પરિણીતી અને રાઘવ, એરપોર્ટ પર થયું આ રીતે વેલકમ, જુઓ વિડિયો

ડોન ની ભૂમિકા 

‘ડોન’ એ 1979 માં આવેલી ડોન ની રીમેક હતી જેમાં સૌપ્રથમ ડોન ની ભૂમિકા અમિતાભ બચ્ચને ભજવી હતી. ડોન વર્ષ 2006માં રિલીઝ થઈ હતી જેમાં શાહરૂખ ખાનની સાથે પ્રિયંકા ચોપરા અને બોમન ઈરાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ‘ડોન 2’ 2011માં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો સુપરહિટ રહી હતી.એક્ટર રિતિક રોશન ‘ડોન 2’માં ખાસ રોલમાં જોવા મળ્યો હતો.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version