Drishyam 3: દ્રશ્યમ 3’ ની સત્તાવાર જાહેરાત: વિજય સાલગાંવકર ફરી આવશે એક નવી મિસ્ટ્રી સાથે, જાણો ક્યારે રિલીઝ થશે અજય દેવગનની આ ફિલ્મ

Drishyam 3: ‘વાર્તા હજુ પૂરી નથી થઈ, છેલ્લો ભાગ હજુ બાકી છે...’ અજય દેવગને દમદાર વોઈસઓવર સાથે આપ્યું ટીઝર, 2 ઓક્ટોબરે રિલીઝ થશે થ્રિલર ડ્રામા.

by Zalak Parikh
Drishyam 3 Official Announcement: Ajay Devgn returns as Vijay Salgaonkar; film to release on October 2, 2026

News Continuous Bureau | Mumbai

Drishyam 3: અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ’ ના ત્રીજા ભાગની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે મેકર્સ દ્વારા ‘દ્રશ્યમ 3’ ની સત્તાવાર જાહેરાત કરવાની સાથે જ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. વિજય સાલગાવકર ફરી એકવાર પોતાના પરિવારની રક્ષા કરવા માટે કાયદા અને પોલીસ સામે નવી રમત રમતા જોવા મળશે.મેકર્સ દ્વારા જારી કરવામાં આવેલા 1 મિનિટ અને 13 સેકન્ડના વીડિયોમાં અજય દેવગનનો દમદાર વોઈસઓવર સાંભળવા મળે છે. આ વીડિયોમાં વિજય સાલગાવકરનું પાત્ર કહે છે કે, “મારું સત્ય અને મારું સાચું માત્ર મારો પરિવાર છે.” વીડિયોના અંતમાં તે એક રહસ્યમય રીતે કહે છે કે, “વાર્તા હજુ પૂરી નથી થઈ, છેલ્લો ભાગ હજુ બાકી છે.” આ ટીઝરે ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે.

આ સમાચાર પણ વાંચો :  Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!

2 ઓક્ટોબર 2026 ના રોજ થશે રિલીઝ

‘દ્રશ્યમ 3’ નું નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોંધનીય છે કે ‘દ્રશ્યમ’ ની વાર્તામાં 2 ઓક્ટોબરની તારીખનું વિશેષ મહત્વ છે, તેથી મેકર્સે રિલીઝ માટે પણ આ જ દિવસ પસંદ કર્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે હજુ વધુ વિગતો સામે આવી નથી, પરંતુ બીજા ભાગમાં જોવા મળેલા અક્ષય ખન્ના આ વખતે હશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.’

 

View this post on Instagram

 

A post shared by Star Studio18 (@starstudio18)


‘દ્રશ્યમ’ એ મૂળ મોહનલાલની મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે. હિન્દીમાં પ્રથમ ભાગ 2015 માં રિલીઝ થયો હતો, જે બ્લોકબસ્ટર સાબિત થયો હતો. ત્યારબાદ 2022 માં ‘દ્રશ્યમ 2’ એ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. મૂળ મલયાલમ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની હોવાથી, અજય દેવગનની ફિલ્મ માટે પડકાર ઉભો થઈ શકે છે. જોકે, બોલિવૂડમાં અજય દેવગનના વિજય સાલગાવકરના પાત્રની એક અલગ ફેન ફોલોઈંગ છે. હવે જોવાનું એ રહેશે કે અભિષેક પાઠક વાર્તામાં કોઈ નવો વળાંક લાવે છે કે પછી તે મૂળ વાર્તાને જ અનુસરશે. ગમે તેમ હોય, પણ 2 ઓક્ટોબર 2026 ના રોજ ફરી એકવાર સિનેમાઘરોમાં સસ્પેન્સનો માહોલ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More