Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક

Drishyam 3 Story Reveal| ટ્રેલર લોન્ચમાં ડાયરેક્ટર જીતૂ જોસેફનો મોટો ખુલાસો; શું જ્યોર્જકુટ્ટી આ વખતે પણ પરિવારને બચાવી શકશે? મોહનલાલે ‘દ્રશ્યમ 4’ ના પણ આપ્યા સંકેત

by Zalak Parikh
Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક

 

News Continuous Bureau | Mumbai

Drishyam 3 Story Reveal| મલયાલમ સિનેમાની સૌથી લોકપ્રિય ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘દ્રશ્યમ 3’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વખતે વાર્તા અગાઉના બે ભાગ કરતા તદ્દન અલગ અને વધુ રોમાંચક હોવાનું જાણવા મળી રહ્યું છે. ફિલ્મમેકર જીતૂ જોસેફે સંકેત આપ્યો છે કે આ વખતે જ્યોર્જકુટ્ટીને ખબર જ નથી કે તેની પાછળ કોણ પડ્યું છે.

પહેલા બે ભાગ કરતા કેવી રીતે અલગ છે ‘દ્રશ્યમ 3’?

‘દ્રશ્યમ’ ના પહેલા બે ભાગમાં આપણે જોયું કે જ્યોર્જકુટ્ટી તેના પરિવારને પોલીસ અને મૃત છોકરાના પરિવારથી બચાવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. જીતૂ જોસેફે જણાવ્યું કે, “ત્રીજા ભાગમાં તફાવત એ છે કે જ્યોર્જકુટ્ટીને એ ખ્યાલ જ નથી કે તેની પાછળ કોઈ પડ્યું છે કે નહીં, અને જો છે તો તે કોણ છે? અગાઉ તેને ખબર હતી કે તેનો સામનો કોની સાથે છે, પરંતુ આ વખતે સસ્પેન્સ વધુ ઘેરું છે.”

‘દ્રશ્યમ 4’ અને ‘દ્રશ્યમ 5’ ની પણ તૈયારી!

સુપરસ્ટાર મોહનલાલે પણ આ ફ્રેન્ચાઈઝીના ભવિષ્ય વિશે મોટો હિન્ટ આપ્યો છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, “મેં ઘણીવાર જ્યોર્જકુટ્ટીને બચાવવા કહ્યું છે, પણ તે હજી સુધી બચી શક્યો નથી. તેથી તમે ‘દ્રશ્યમ 4’ ની પણ અપેક્ષા રાખી શકો છો.” એટલું જ નહીં, જો ત્રીજો ભાગ સફળ રહેશે તો ભાગ 5 બનાવવાનો પણ વિચાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

‘દ્રશ્યમ’ (2013) અને ‘દ્રશ્યમ 2’ (2021) ની સફળતા બાદ આ આખી દુનિયાની અનેક ભાષાઓમાં રિમેક બની છે. હવે ‘દ્રશ્યમ 3’ માં મોહનલાલની સાથે મીના, અંસિબા હસન અને એસ્થર અનિલ ફરી એકવાર જોવા મળશે. આ ફિલ્મ 21 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો અત્યારથી જ આ થ્રિલરના અંત વિશે અટકળો લગાવી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Akshaye Khanna Dhurandhar Movie|સેટ પર કલાકારનું અપમાન જોઈ અક્ષય ખન્નાએ ગુમાવ્યો કાબૂ! પ્રોડ્યુસરને જાહેરમાં ખખડાવીને શિખવાડ્યો પાઠ; ફેન્સ કરી રહ્યા છે સલામ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More