News Continuous Bureau | Mumbai
બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે થોડા વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ એક સંપૂર્ણપણે બિન રાજનૈતિક ઇન્ટરવ્યૂ હતો. અક્ષય કુમારે પીએમ મોદીને લગતા ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ પીએમ મોદીએ પણ ખૂબ જ સરસ રીતે આપ્યા.આ દરમિયાન પીએમ મોદીએ અક્ષય કુમારની પત્ની અને લેખિકા ટ્વિંકલ ખન્નાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેને સાંભળીને અક્ષય કુમાર પણ હસવાનું રોકી શક્યા નહીં.
અક્ષય કુમારે પીએમ મોદી ને પૂછ્યો હતો આ સવાલ
અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે શું તમે ફેસબુક, ટ્વિટર વગેરે જુઓ છો?આ સવાલ પર પીએમ એ કહ્યું હતું કે, ‘હું રોજ સોશિયલ મીડિયા જોઉં છું. આ મને ઘણી બહારની માહિતી આપે છે. હું તમારા અને ટ્વિંકલ ખન્ના ના ટ્વિટર હેન્ડલ જોવું છું. ક્યારેક મને એવું લાગે છે કે ટ્વિંકલ ખન્ના મારા પર જે ગુસ્સો કાઢે છે તેનાથી તમારા પારિવારિક જીવનમાં ખુશી આવી હશે. ટ્વિંકલ ખન્ના એનો બધો ગુસ્સો મારા પર કાઢી નાખે છે. આ રીતે, હું તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થયો છું.’
I have a rather positive way of looking at this-Not only is the Prime Minister aware that I exist but he actually reads my work :) 🙏 https://t.co/Pkk4tKEVHm
— Twinkle Khanna (@mrsfunnybones) April 24, 2019
ટ્વિંકલ ખન્ના એ આપી હતી પ્રતિક્રિયા
આ ઉપર ટ્વિંકલ ખન્ના એ પણ પ્રતિક્રિયા આપી હતી. ટ્વિંકલે ટ્વિટર પર લખ્યું હતું કે,- ‘હું આ વાતને સકારાત્મક રીતે લઈ રહી છું કારણ કે ના માત્ર વડાપ્રધાન આ વાત થી અવગત છે કે હું અસ્તિત્વમાં છું પરંતુ તેઓ ખરેખર મારું કામ વાંચે છે.’વાસ્તવમાં, ટ્વિંકલ સામાજિક મુદ્દાઓ પર બિન્દાસ રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. ઘણી વખત તે સરકારની ટીકા પણ કરતી જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને મોદીજી એ મજાકમાં કહ્યું કે ટ્વિંકલ ખન્ના પોતાનો ગુસ્સો તેમના પર ઉતારે છે. જોકે પીએમ મોદીના આ જવાબ પર બંને હસતા જોવા મળ્યા હતા.જણાવી દઈએ કે, અક્ષય કુમારે આ ઈન્ટરવ્યુ પીએમ મોદીના આવાસ પર લીધો હતો. દર્શકોને આ ઈન્ટરવ્યુ ખૂબ જ પસંદ આવ્યો હતો.