News Continuous Bureau | Mumbai
Chris gayle on lutt putt gaya: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આવતા અઠવાડિયે રિલીઝ થઇ રહી છે. જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર આવ્યું છે ત્યારથી લોકો આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ના ગીતો પણ એટલાજ લોકોપ્રિય થઇ રહ્યા છે. તમે પણ ચાહકો માં ગીત ‘લૂટ પુટ ગયા’ નો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે આ કડી માં વેસ્ટ ઇન્ડિઝ નો બેટ્સમેન ક્રિસ ગેલ પણ જોડાઈ ચુક્યો છે. હાલમાંજ ક્રિસ ગેલે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું ગીત ‘લૂટ પુટ ગયા’ પર ડાન્સ કર્યો હતો જેના પર શાહરુખ ખાને પ્રતિક્રિયા આપી છે.
શાહરુખ ખાને આપી ક્રિસ ગેલ ના ડાન્સ પર પ્રતિક્રિયા
શાહરુખ ખાન ની ફેન ક્લબે ‘ડંકી’ ના ગીત ‘લટ પુટ ગયા’ પર ડાન્સ કરતા ક્રિસ ગેલનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન શાહરૂખના સ્ટેપ્સને ખૂબ જ સારી રીતે કોપી કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે શાહરૂખ ખાને આ વીડિયો જોયો તો તે પણ તેના પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યો નહીં.
And the universe boss hits it out of the park… only like he can!!! Thank u my man @henrygayle… we will meet up and do the Lutt Putt Gaya dance together soon sometime ha ha https://t.co/0Ii6B0GX6H
— Shah Rukh Khan (@iamsrk) December 14, 2023
શાહરૂખ ખાને ક્રિસ ગેલના ડાન્સ વીડિયોને રિટ્વીટ કરીને લખ્યું, ‘અને યુનિવર્સ બોસે તેને પાર્કની બહાર માર્યો, જેમ કે તેઓ જ કરી શકે. આભાર ક્રિસ ગેલ, આપણે મળીશું અને લૂટ પુટ ગયા… પર સાથે ડાન્સ કરીશું ટૂંક સમયમાં, હા હા.’ ચાહકો આ ટ્વિટ પર ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Anupama: અનુપમા ની ટીઆરપી વધારવા મેકર્સ નો નવો દાવ, સિરિયલ માં થશે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ અભિનેતા ની એન્ટ્રી, બદલાઈ જશે શો ની વાર્તા