Site icon

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી નું રાષ્ટ્રપતિ ભવન માં યોજાયું સ્પેશિયલ સ્ક્રીનિંગ, સાથે જ કિંગ ખાન ના ચાહકો કરી રહ્યા છે આ માંગણી

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ફિલ્મ ડંકી નું સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ચાહકો ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવાની પણ માંગ કરી રહ્યા છે.

dunki special screening at rashrapati bhavan fans demanded to tex free this film

dunki special screening at rashrapati bhavan fans demanded to tex free this film

News Continuous Bureau | Mumbai

Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. આ વર્ષે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ અને જવાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. એવામાં શાહરુખ ખાન ની આ વર્ષ ની છેલ્લી ફિલ્મ ડંકી ને પણ ચાહકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ મિત્રતા અને ગેરકાયદેસર દેશ માંથી બહાર જવા પર આધારિત છે. હવે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ડિંકી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

 

ડંકી નું રાષ્ટ્રપતિ ભવનમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ 

મીડિયા રિપોર્ટ અનુસાર ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમ દ્વારા શેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડંકી ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે તેમણે કહ્યું કે, ‘ફિલ્મનો વિષય અત્યંત સુસંગત છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને વિદેશી દેશોની પરિસ્થિતિઓને અવાજ આપે છે, તે ખરેખર સંસદીય અધિકારીઓ માટે જોવા યોગ્ય છે અને આ ચોક્કસપણે તેને એક એવી ફિલ્મ બનાવે છે જે દરેક વ્યક્તિએ જોવી જોઈએ.’


શાહરૂખ ખાનના ચાહકો આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Dunki: ફિલ્મ ડંકી જોવા આવેલા ફેન્સ નો થિયેટરની બહાર નો મજેદાર વિડીયો થયો વાયરલ, શાહરુખ ખાને પણ આ વિડીયો પર આપી ફની પ્રતિક્રિયા

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version