News Continuous Bureau | Mumbai
Dunki: વર્ષ 2023 શાહરુખ ખાન ( Shah Rukh Khan ) માટે લકી હતું. આ વર્ષે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી, વર્ષ 2023ના અંતમાં રિલીઝ થયેલી શાહરુખ ખાન ની છેલ્લી ફિલ્મ ડંકી ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. શાહરુખ ખાન ની આ ફિલ્મને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો. હવે એવા સમાચાર છે કે યુકેની સંસદમાં ( UK Parliament ) રાજકુમાર હિરાનીની ( Rajkumar Hirani ) ડંકીની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ શકે છે
ડંકી ની સ્પેશિયલ સ્ક્રીનિંગ
મીડિયા રિપોર્ટ મુજબ, ‘શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી એવા લોકોની વાર્તા છે જેઓ એક સરહદથી બીજી સરહદે જવા માટે ડંકી નો રસ્તો પસંદ કરે છે. ફિલ્મની વાર્તાને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર ડંકી બનાવવામાં આવી છે. ડંકી નો રસ્તો કેટલો ખતરનાક છે તેના પર પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સરકાર પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.’આ પહેલા ભારતની સંસદમાં ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું ( Special screening ) આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Calcutta High Court: કોલકત્તા હાઈકોર્ટના ન્યાધીશો વચ્ચેના સંઘર્ષ મામલે સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણય પર મૂક્યો સ્ટે.. બંગાળ સરકરાને પણ જારી કરી નોટીસ..