Site icon News Continuous Bureau | Mumbai

1x Betting case: બેટિંગ એપ કેસમાં EDનો મોટો સપાટો: યુવરાજ સિંહ, સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલાની કરોડોની સંપત્તિ જપ્ત!

1x Betting case: ED દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, આ સેલેબ્રિટીઓ પર પ્રતિબંધિત બેટિંગ એપના પ્રચાર અને તેની સાથે જોડાયેલા શંકાસ્પદ આર્થિક વ્યવહારોના આરોપ છે.

ED Action in Betting App Case: Assets of Yuvraj Singh, Sonu Sood, Urvashi Rautela & Others Seized

ED Action in Betting App Case: Assets of Yuvraj Singh, Sonu Sood, Urvashi Rautela & Others Seized

News Continuous Bureau | Mumbai

1x Betting case: 1x બેટિંગ એપ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે મોટું એક્શન લેતા રમતગમત અને બોલિવૂડ જગતના અનેક દિગ્ગજોની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDની આ કાર્યવાહીમાં પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા સહિત અનેક સેલેબ્રિટીઓના નામ સામે આવ્યા છે. તપાસ એજન્સીએ અત્યાર સુધી આ કેસમાં કુલ ૧૯.૦૭ કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

કોની કેટલી સંપત્તિ થઈ જપ્ત?

શુક્રવારે લેવાયેલા એક્શનમાં નીચે મુજબના નામો અને રકમ સામે આવી છે:

 


બેટિંગ એપ કેસમાં તપાસની આંચ માત્ર ફિલ્મી સિતારાઓ સુધી જ સીમિત નથી, પરંતુ અગાઉ ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓ પર પણ કાયદાકીય ગાજ પડી ચૂકી છે. આ અગાઉની કાર્યવાહીમાં ED દ્વારા શિખર ધવનની 4.55 કરોડ રૂપિયાની અને સુરેશ રૈનાની 6.64 કરોડ રૂપિયાની મિલકતો એટેચ કરવામાં આવી હતી. આજના 7.93 કરોડના નવા એક્શન સાથે, આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીની કુલ જપ્તીનો આંકડો 19 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.આ સમગ્ર મામલો 1x બેટિંગ એપ દ્વારા થતા ઓનલાઈન સટ્ટાબાજી અને તેના માધ્યમથી આચરવામાં આવતા મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે. તપાસ એજન્સી મુજબ, આ વિદેશી બેટિંગ એપ ભારતમાં ગેરકાયદેસર રીતે સક્રિય હતી અને તેના પ્રચાર-પ્રસાર માટે જાણીતી સેલિબ્રિટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દિગ્ગજોને પ્રમોશનના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવ્યા હતા, તે ‘ક્રાઈમ પ્રોસીડ્સ’ એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી રકમ હોવાની પ્રબળ શંકા છે. આ આર્થિક ગેરરીતિને આધારે જ EDએ સેલેબ્રિટીઓની સંપત્તિઓ ટાંચમાં લેવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version