News Continuous Bureau | Mumbai
બોલીવુડ અભિનેત્રી હાલ તો મોટી મુશ્કેલીમાં જાેવા મળી રહી છે કારણ કે ઈડી (ED)ના જણાવ્યા મુજબ જેકલીન (Jacqueline Fernandez)વિરુદ્ધ આ તો શરૂઆતની કાર્યવાહી છે. કેસમાં તે હજુ પણ વધુ ફસાઈ શકે છે. વધુ સંપત્તિ જપ્ત થઈ શકે છે. ઈડી છેલ્લા એક વર્ષથી આ મામલે તપાસ કરી રહી છે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ(Jacqueline Fernandez) મોટી મુશ્કેલીમાં મૂકાઈ છે. જબરદસ્તીથી વસૂલી કેસમાં ઈડીએ અભિનેત્રી સામે મોટી કાર્યવાહી હાથ ધરતા જેકલીનની ૭.૨૭ કરોડની સંપત્તિ જપ્ત(property seize) કરી છે.
આ અટેચ્ડ સંપત્તિમાં જેકલીનની ૭.૧૨ કરોડની ફિક્સ ડિપોઝિટ (FD) પણ સામેલ છે. પ્રોપર્ટી અને ભેટ જેકલીનને સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar)આપેલા હતા. ઈડીના જણાવ્યાં મુજબ પકડમાં આવેલો ઠગ સુકેશ ચંદ્રશેખરે વસૂલીના પૈસાથી જેકલીનને ૫.૭૧ કરોડની ભેટ આપી હતી. સુકેશે જેકલીનના પરિવારના સભ્યોને પણ પૈસા મોકલાવ્યા હતા. સુકેશ સાથેના જેકલીનના અંગત પળના(Private photos) ફોટા પણ વાયરલ થયા છે. સુકેશે દિલ્હીની (Delhi) જેલમાં હતો ત્યારે એક મહિલાના ૨૧૫ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારબાદ તેણે જેકલીનને આ જ પૈસામાંથી કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. જેમાં હીરાના દાગીના, ૫૨ લાખનો ઘોડો વગેરે સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : શું ફરી વાર લગ્ન કરશે કરિશ્મા કપૂર? આ પ્રશ્ન નો અભિનેત્રી એ આપ્યો આવો જવાબ
તમને જણાવી દઈએ કે,સુકેશ (Sukesh Chandrashekhar) પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. જેકલીને (Jacqueline Fernandez) EDની પૂછપરછમાં કહ્યું હતું કે હું સુકેશ ચંદ્રશેખરને શેખર રત્ન વેલાના નામથી ઓળખું છું. જેક્લિને કહ્યું હતું કે ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2021 સુધી સુકેશે ઘણી વખત મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મેં તેના ફોન નો જવાબ આપ્યો નહીં. જેકલીનની બહેનને 1.5 લાખ યુએસ ડોલરની લોન આપવા ઉપરાંત સુકેશે તેના ભાઈ વોરેનના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.