ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
પનામા પેપર (પનામા પેપર્સ લીક કેસ) લીક કેસમાં બચ્ચન પરિવારની સમસ્યાઓ વધે એવી શક્યતા છે. આ પ્રકરણમાં અમિતાભ બચ્ચનની પુત્રવધુ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ સમન્સ મોકલ્યા છે. પનામા પેપર લીક કેસમાં પૂછતાછ કરવા માટે EDએ આ સમન્સ મોકલ્યા હોવાનું સૂત્રોએ પાસેથી માહિતી મળી હતી.
આ પહેલી વખત નથી જયારે EDએ ઐશ્વર્યાને સમન્સ મોકલ્યા હોય. આ અગાઉ પણ તેને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પણ તે એજેન્સી સમક્ષ તપાસ માટે હાજર રહી નહોતી. મળેલ માહિતી મુજબ તેને આજે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
એક ન્યુઝ ચેનલના દાવા મુજબ વિદેશમાં તેણે કયા રોકાણ કર્યું હોવાથી લઈને અનેક સવાલોની યાદી EDએ ઓલરેડી તેને પૂછવા માટે તૈયાર કરી રાખી છે. જોકે તેણે એજેન્સી સમક્ષ હાજર થવા વધુ સમય માંગ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
પનામા પેપર કેસમાં બિગ બી અમિતાભ બચ્ચન, અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન, ડીએલએફના કે.પી. સિંઘ, ઇકબાલ મિરચી, ઇકબાલ મિરચી અને ઉદ્યોગપતિ અદાણીના મોટાભાઈનું નામ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.
ઇન્ટરનેશનલ કંઝોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ અને ઓગર્નાઈસ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ આ બે પ્રોજેક્ટના પત્રકારોએ કરેલી તપાસમાં આ ગુપ્ત બાબતો બહાર આવી હતી. વિશ્વના 78 દેશોના 107 પત્રકાર સંગઠનોનો સમાવેશ આમા થાય છે. તેમાં ભારતનું ઈંગ્લિશ પેપર ઈન્ડિયન એક્સપ્રેસ પણ છે.
થિયેટર પછી, જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ આવશે ઓટીટી પ્લેટફોર્મ પર ; જાણો ક્યારે થશે રિલીઝ
ઈન્ડિયન એક્સપ્રેસમા પ્રકાશિત થયેલા અહેવાલમાં બચ્ચન પરિવાર, અદાણી અને કે.પી.સિંઘ સહિત અન્ય 500 ભારતીયોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસના દાવા અનુસાર, પશ્ચિમ બંગાળના રાજકારણી શિશીર બાજોરિયા, લોકસત્તા પક્ષના દિલ્હીના પ્રમુખ અનુરાગ કેજરીવાલનો પણ તેમાં સમાવેશ થાય છે