Site icon News Continuous Bureau | Mumbai

બચ્ચન પરિવારની આ વ્યક્તિને આવ્યું EDનું તેડુઃ પનામા પેપર લીક કેસને લગતી થશે તપાસ.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

 સોમવાર.

પનામા પેપર (પનામા પેપર્સ લીક કેસ) લીક કેસમાં બચ્ચન પરિવારની સમસ્યાઓ વધે એવી  શક્યતા છે. આ પ્રકરણમાં અમિતાભ બચ્ચનની પુત્રવધુ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનને ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ સમન્સ મોકલ્યા છે. પનામા પેપર લીક કેસમાં પૂછતાછ કરવા માટે EDએ આ સમન્સ મોકલ્યા હોવાનું સૂત્રોએ પાસેથી માહિતી મળી હતી.   

આ પહેલી વખત નથી જયારે EDએ ઐશ્વર્યાને સમન્સ મોકલ્યા હોય. આ અગાઉ પણ તેને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પણ તે એજેન્સી સમક્ષ તપાસ માટે હાજર રહી નહોતી. મળેલ માહિતી મુજબ તેને આજે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. 
એક ન્યુઝ ચેનલના દાવા મુજબ વિદેશમાં તેણે કયા રોકાણ કર્યું હોવાથી લઈને અનેક સવાલોની યાદી EDએ ઓલરેડી તેને પૂછવા માટે તૈયાર કરી રાખી છે. જોકે તેણે એજેન્સી સમક્ષ હાજર થવા વધુ સમય માંગ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

પનામા પેપર કેસમાં બિગ બી અમિતાભ બચ્ચન, અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન, ડીએલએફના કે.પી. સિંઘ, ઇકબાલ મિરચી,  ઇકબાલ મિરચી અને ઉદ્યોગપતિ અદાણીના મોટાભાઈનું નામ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.

ઇન્ટરનેશનલ કંઝોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ અને ઓગર્નાઈસ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ આ બે પ્રોજેક્ટના પત્રકારોએ કરેલી તપાસમાં આ ગુપ્ત બાબતો બહાર આવી હતી. વિશ્વના 78 દેશોના  107 પત્રકાર સંગઠનોનો સમાવેશ આમા થાય છે. તેમાં ભારતનું ઈંગ્લિશ પેપર ઈન્ડિયન એક્સપ્રેસ પણ છે.

થિયેટર પછી, જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ આવશે ઓટીટી પ્લેટફોર્મ પર ; જાણો ક્યારે થશે રિલીઝ

ઈન્ડિયન એક્સપ્રેસમા પ્રકાશિત થયેલા અહેવાલમાં બચ્ચન પરિવાર, અદાણી અને કે.પી.સિંઘ સહિત અન્ય 500  ભારતીયોનો સમાવેશ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસના દાવા અનુસાર, પશ્ચિમ બંગાળના રાજકારણી શિશીર બાજોરિયા, લોકસત્તા પક્ષના દિલ્હીના પ્રમુખ અનુરાગ કેજરીવાલનો પણ તેમાં સમાવેશ થાય છે

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version