ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
અભિનેતા એજાઝ ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અટકાયત કરી છે. આજે તે શૂટિંગ પતાવીને દિલ્હીથી મુંબઇ આવ્યો હતો ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની ટીમે તેની પૂછપરછ કરી અને ત્યારબાદ તેને હિરાસત માં લીધો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ડ્રગ્સના સૌથી મોટા સિન્ડિકેટ બટાટા ગેંગના સભ્ય ની ધરપકડ થઈ ગયા પછી બોલીવુડ અને ડ્રગની અનેક લિક સામે આવી છે. આ અનુસંધાને અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અર્જુન રામપાલ ની વિરુદ્ધમાં પણ પ્રશાસને ગાળીઓ સખત બનાવ્યો હતો.
