બિગ બોસ ફેમ એલી અવરામે શેર કરી થ્રોબેક તસવીરો, માલદીવના સમુદ્ર કિનારે આરામ ફરમાવતી આવી નજર. જુઓ તસવીરો..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૫ એપ્રિલ 2021

ગુરૂવાર

બિગ બોસ ફેમ મોડલ અને એક્ટ્રેસ એલી અવરામ એ માલદીવમાં વેકેશનની મજા માણતી હોલીડેની થ્રોબેક તસવીરો શેર કરી હતી. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. 

એલી આ તસવીરોમાં દરિયા કિનારે આરામ ફરમાવતી નજર આવી રહી છે. આ ફોટોઝની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'મિસ લોબ્સ્ટર ડીલક્સને હેલો કહો.’ 

 

એલી અવરામ ગ્રીક-સ્વીડિશ અભિનેત્રી છે. તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત સ્વીડનમાં કરી હતી. એલીએ તેની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઇમ રોમાંસ ડ્રામા કરી હતી.

એલીએ 'મિકી વાયરસ' ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તે બાદ તે 'કિસ કિસ કો પ્યાર કરુ', 'નામ શબાના' અને 'પોસ્ટર બોયઝ' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. 

આ સિવાય એલી 'બિગ બોસ 7'થી ચર્ચામાં આવી હતી. જેમાં તે ઘણી ચર્ચિત સ્પર્ધક હતી જે બાદ તે 'ઝલક દિખલાજા 7'માં પણ નજર આવી ચૂકી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *