News Continuous Bureau | Mumbai
Elvish yadav: એલ્વિશ યાદવ પર ઘણા સમય થી સાપ ના ઝેર ની દાણચોરી નો મામલો ચાલી રહ્યો હતો. હવે નોઈડા પોલીસે ( Noida Police ) રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવા બદલ યુટ્યૂબરની ( YouTuber ) ધરપકડ કરી હતી. ત્યારબાદ નોઈડા પોલીસની ટીમે રવિવારે એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ બાદ એલ્વિશ યાદવ ને સૂરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સુનાવણી બાદ એલ્વિશ યાદવને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
#WATCH | Noida Police arrests YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav.
He is being presented in the District & Sessions Court Surajpur, Greater Noida, Uttar Pradesh. https://t.co/gAVCgePVs3 pic.twitter.com/CXT2aDmBTC
— ANI (@ANI) March 17, 2024
એલ્વિશ યાદવ ની થઇ ધરપકડ
2 નવેમ્બર, 2023 ના રોજ, નોઇડા પોલીસે સેવરન બેન્ક્વેટ હોલ, સેક્ટર 51, નોઇડામાંથી 5 લોકોની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો ( snake venom ) ઉપયોગ કરવામાં આવે છે. એફઆઈઆરમાં એલ્વિશ યાદવને આરોપી ગણાવવામાં આવ્યો હતો.પુરાવાના આધારે આરોપી એલ્વિશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પુરાવા મળ્યા બાદ આરોપી એલ્વિશને આ કેસમાં NDPS એક્ટની કલમો વધારીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે એલ્વિશ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ( judicial custody ) મોકલી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : Pune Temple : મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનનો મોટો નિર્ણય; પુણે જિલ્લામાં ભીમા શંકર અને કસ્બા ગણપતિ સહિત જિલ્લાના 71 મંદિરોમાં ચુસ્ત વસ્ત્રો પર પ્રતિબંધ!
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એલ્વિશ પોલીસકર્મીઓ સાથે કોર્ટમાં આવતો જોવા મળે છે અને તેના ચહેરા પર સ્મિત છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)